તહેવારોની શરૂઆત સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ શરૂ કરી છે. ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મીઠાઈઓ અને દૂધની બનાવટોના નમૂના મેળવી તંત્રએ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બંને જિલ્લામાંથી વિવિધ ખાદ્ય વસ્તુઓના 63 નમૂના લીધા હતા. જો કે આ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં નવરાત્રિ અને દશેરાના તહેવારો અને દિવાળી દરમિયાન લાખો રૂપિયાની મીઠાઈ લોકો આરોગી લેશે. જો કે તંત્રએ તપાસ શરૂ કરતાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અરવલ્લી જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી દૂધ અને દૂધની બનાવટના 6 ફોર્મલ અને 1પ સર્વેલન્સ એમ 14 ખાદ્યચીજોના નમૂના લેવાયા હતા. મીઠો માવો અને બરફીના 4 ફોર્મલ તેમજ 10 સર્વેલન્સ મળી 14 નમૂના મેળવવામાં આવ્યા હતા. સાબરકાંઠામાં જિલ્લામાં દૂધ અને દૂધની બનાવટના 4 ફોર્મલ તથા 10 સર્વેલન્સ મળી 14 નમૂના લેવાયા હતા. જ્યારે મીઠો માવો અને બરફીના 4 ફોર્મલ અને 10 સર્વેલન્સ મળી 14 નમૂના મેળવવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત બંને જિલ્લામાં જુદી-જુદી ટીમો દ્વારા કુલ 63 નમૂના વિવિધ ખાદ્યચીજોના મેળવી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તંત્રની આ કાર્યવાહીથી તહેવારો દરમિયાન ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે દર વર્ષે તહેવારો સમયે કડક હાથે કાર્યવાહી કરતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિયમિત તપાસ હાથ ધરે તે જરૂરી છે. દર વર્ષે દિવાળીના તહેવારો સમયે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મીઠાઈની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો ઉતરી પડે છે તેમ છતાંય અનેક જગ્યાએ ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓ કઈ રીતે વેચાય છે? તે સવાલ છે.
Source link