વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મુદ મુઈજ્જુ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પણ વાતચીત કરી હતી. માલદીવના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિનું ગાર્ડ ઑફ ઓનર બાદ તેઓ રાજઘાટ પર જઈ મહાત્મા ગાંધીની સમાધિ સ્થળે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
સોમવારે નવી દિલ્હીમાં પીએમ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમ્યાન ભારત-માલદીવ વચ્ચે ઘણા મહત્ત્વના કરાર થયા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત અને માલદીવ વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. ભારતે હંમેશા પાડોશી ધર્મ નિભાવ્યો છે. ભારત માલદીવના સૈનિકોને ટ્રેનિંગ આપતું રહેશે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાને લઈને પણ અગત્યના કરાર થયા હતા.
બેંગાલુરુ બેઠકમાં મુઈજ્જુ ભાગ લેશે
આ દરમ્યાન માલદીવના રાષ્ટ્રપતિના પત્ની પણ તેઓની સાથે હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદીની હાજરીમાં સ્વાગત કર્યું. માલદીવના રાષ્ટ્રપતિ ગુરુવાર સુધી ભારતમાં રહેશે. આ દરમ્યાન તેઓ મુંબઈ અને બેંગાલુરુમાં બિઝનેસ મિટિંગમાં પણ ભાગ લેવાના છે.
નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત
રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુનું સત્તાવાર સ્વાગત કર્યું હતું. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને ભારતના રાષ્ટ્રપતિ અને પીએમની હાજરીમાં ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુઈજ્જુએ માલદીવમાં વધતા આર્થિક સંકટ વચ્ચે ભારતની સાથે તણાવપૂર્ણ સંબંધોને ઠીક કરવા ભારત આવ્યા છે.
ગત રોજ નવી દિલ્હી પહોંચેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતના પાંચ દિવસના રાજકીય પ્રવાસે છે. મુઈજ્જુની સાથે માલદીવના પ્રથમ મહિલા અને તેઓની પત્ની સાજિદા મોહમ્મદ પણ હાજર રહ્યાં હતા. આ અગાઉ માલદીવના રાષ્ટ્રપતિ જૂનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. મોહમ્મદ મુઈજ્જુનો આ પ્રથમ રાજકીય અને દ્વીપક્ષીય પ્રવાસ છે.