વઢવાણ ગ્રામ્યમાં રહેતી અને જીઆઈડીસીમાં કારખાને મજુરીએ આવતી સગીરાને તા. 15 સપ્ટે.ના રોજ મુળ ધંધુકાનો યુવાન ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં ભોગ બનનાર અને આરોપીને બી ડીવીઝન પોલીસે સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાંથી ઝડપી લીધા છે.
વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતી સગીર દિકરી દરરોજ સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસીમાં આવેલ એક કારખાને મજુરી કામે આવતી હતી. તા. 15 સપ્ટેમ્બરના રોજ પણ તે સુરેન્દ્રનગર આવી હતી. પરંતુ સાંજે ઘરે પરત ફરી ન હતી. આથી પરીવારજનોએ તેની શોધખોળ કરતા કારખાનેથી તે કોઈ યુવક સાથે ભાગી હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં વધુ તપાસ કરતા સગીરાને મુળ ધંધુકા તાલુકાના છસીયાણા ગામનો અને હાલ મુળી તાલુકાના શેખપર ગામે વાડીમાં ખેતમજુરી કરતો ઉત્તમ લાલજીભાઈ મઘરોલા ભગાડી હોવાનું સામે આવ્યુ હતુ. આથી સગીરાની મોટી બહેને બી ડીવીઝન પોલીસ મથકે તા. 21-9-24ના રોજ પોકસોની કલમો સાથે ઉત્તમ મઘરોલા સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા જ પીઆઈ એમ.એચ.પઠાણના માર્ગદર્શનથી એન.ડી.ચુડાસમા, દીલીપભાઈ, અજીતસીંહ સહિતનાઓ આરોપીની શોધખોળ કરી રહ્યા હતા. જેમાં ભોગ બનનાર અને આરોપી ઉત્તમ સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં હોવાની માહીતી પોલીસને મળી હતી. આથી બસ સ્ટેશનમાં વોચ રાખી પોલીસે આરોપી ઉત્તમ મઘરોલાને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આરોપીના 1 દિવસના પોલીસ રીમાન્ડની મંજુરી આપી છે.
Source link