GUJARAT

Ahmedabad: મીઠાઈ, દૂધ, તેલનો રૂ.1.73 કરોડનો જથ્થો જપ્ત

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને લોકજાગૃતિ માટે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર 2024 સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાનું આયોજન કરાયું છે, પખવાડિયાના પ્રથમ 4 દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝુંબેશમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,000 કિગ્રાનો જથ્થો જપ્ત કરાયો છે.

રાજ્યના આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે, રાજ્ય સરકાર ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લે, આવા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે.ફૂડ સેફ્ટી પખવાડિયા દરમિયાન કરાયેલી કામગીરી વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી પખવાડિયના પ્રથમ ચાર દિવસમાં 672 એન્ફેર્સમેન્ટ અને 1,607 સર્વેલન્સ નમુના મળીને 2,279 નમુના લેવાયા હતા. જયારે 1,170 ઇન્સ્પેકશન કરાયા હતા. આ પખવાડિયા દરમ્યાન દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો અને બરફી, ખાદ્ય તેલની ડ્રાઈવની 14 રેડમાં રૂ. 1.73 કરોડથી વધુનો 32,000 કિગ્રાનો જથ્થો જપ્ત કરાયો છે. રાજ્યની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા એન્ફેર્સમેન્ટ, અવરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃત્તિઓ અને લાયસન્સ-રજીસ્ટ્રેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 900થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફૂડ સેફ્ટી પખવાડિયાના ત્રીજા દિવસે તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા વિવિધ શાળા- કોલેજોમાં વિદ્યાર્થીઓ અને ખોરાકના વેપારીઓ માટે અવરનેશ અને ટ્રેનિંગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદમાં આવેલી જય અંબે સ્પાઈસીસમાં કાળા મરીમાં ભેળસેળ કરતી હોવાથી રૂ. 9 લાખથી વધુની કિંમતનો 2,600 કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button