દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ટાટા ગ્રૂપના માનદ ચેરમેન રતન ટાટાના ભાઈ નોએલ ટાટા આયરલેન્ડના બિઝનેસમેન છે. નોએલા ટાટા અને રતન ટાટા ભાઈઓ છે. જો કે બંનેની માતાઓ અલગ-અલગ છે. રતન ટાટા પરિણીત નથી અને તેમને સંતાન નથી. આવી સ્થિતિમાં નોએલ ટાટાને રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે પણ ગણવામાં આવી રહ્યા છે. જો નોએલ ટાટાને રતન ટાટાના અનુગામી તરીકે સ્વીકારવામાં આવે તો તેમની પાસે આશરે રૂ. 3800 કરોડની સંપત્તિ થશે.
અમિત શાહ અંતિમ સંસ્કારમાં આપશે હાજરી
રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી હતી અઅને રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત સરકાર વતી રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.
અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ
રતન ટાટાના અંતિમ દર્શન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના નશ્વર દેહને NCPA ગ્રાઉન્ડમાં રાખવામાં આવશે. આ માટે મરીન ડ્રાઈવ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
ક્યાં કરાશે અંતિમ સંસ્કાર ?
પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. કોલાબામાં તેમના નિવાસસ્થાનની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા છે. થોડા સમય પછી, તેમના નશ્વરદેહને NCPA લઈ જવામાં આવશે, જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. તેમના નશ્વર દેહને ગુરુવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવશે. રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.
નોએલ ટાટાના બાળકો શું કરે છે?
- નોએલ ટાટાના ત્રણ બાળકો છે, જેઓ ટાટા ગ્રુપમાં અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
- 32 વર્ષીય નેવિલ ટાટા તેમના પારિવારિક વ્યવસાયમાં સક્રિયપણે સંકળાયેલા છે. તેણે માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે, જે ટોયોટા કિર્લોસ્કર ગ્રુપની છે. નેવિલ સ્ટાર બઝારનું નેતૃત્વ કરે છે, જે ટ્રેન્ટ લિમિટેડ હેઠળની જાણીતી હાઇપરમાર્કેટ ચેઇન છે, જે ટાટા ગ્રૂપમાં ભાવિ લીડર તરીકેની તેમની સંભવિતતાને પ્રકાશિત કરે છે.
- 34 વર્ષીય માયા ટાટાએ બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી ડિગ્રી મેળવી છે. તેઓ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં મહત્વના હોદ્દા પર રહ્યા છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
- 39 વર્ષની લીહ ટાટા ટાટા ગ્રુપના હોસ્પિટાલિટી સેક્ટરની દેખરેખ રાખે છે. તે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસ સંભાળે છે. તે ઈન્ડિયન હોટેલ કંપનીની દેખરેખ પણ કરે છે.