દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમને બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચારથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બોલીવુડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા આ મહાન વ્યક્તિત્વના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી રતન ટાટાની તબિયત સારી ન હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બુધવારે રાત્રે તેમનું નિધન થયું હતું.
બોલીવુડ એક્ટર સલમાન ખાન, અજય દેવગનથી લઈને સિમી ગ્રેવાલ અને આથિયા શેટ્ટી સહિત ઘણા બોલીવુડ સ્ટાર્સે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે આ દુઃખદ અવસર પર કયા સ્ટારે શું કહ્યું?
સલમાન ખાને આપી શ્રદ્ધાંજલિ
ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા બોલીવુડ અભિનેતા સલમાન ખાને લખ્યું, ‘શ્રી રતન ટાટાના નિધનથી ખૂબ જ દુઃખી છું.’
તેમના સિવાય અજય દેવગને ખૂબ જ ભાવુક ટ્વીટ કર્યું છે, જેમાં તેને લખ્યું છે કે, ‘દુનિયા એક દૂરદર્શીના નિધનથી શોકમાં છે. રતન ટાટાનો વારસો હંમેશા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ભારત અને તેનાથી આગળ તેમનું યોગદાન અમૂલ્ય છે. આપણે આભારી છીએ. તમારા આત્માને શાંતિ મળે, સાહેબ.
બોની કપૂરે ટ્વીટ કર્યું
બોની કપૂરે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું, ‘એક મહાન બિઝનેસ આઈકન, એક વિચારશીલ નેતા, એક દૂરદર્શી, વૈશ્વિક પ્રેરણા, એક પરોપકારી અને સ્ટાર્ટઅપ્સમાં માટે રોકાણકાર, શ્રી રતન ટાટાએ ભારતીયોની પેઢીઓને પ્રેરણા આપી છે. તેમની દેશભક્તિને દેશ સલામ કરે છે. સમર્પણ અને શ્રેષ્ઠતા.’
સંજય દત્તે લખ્યું છે કે ‘ભારતે આજે ખરેખર એક સાચા દૂરદર્શીને ગુમાવ્યો છે. તેઓ પ્રામાણિકતા અને કરુણાના પ્રતિક હતા, જેમનું યોગદાન વ્યવસાયથી આગળ વધીને અસંખ્ય જીવનને અસર કરતું હતું. તેમના આત્માને શાંતિ મળે.’
રિતેશ દેશમુખે લખ્યું છે કે ‘આસા માનુસ પુન્હા હોને નહીં. એ જાણીને ખૂબ દુઃખ થયું કે શ્રી #રતન ટાટાજી હવે નથી રહ્યા. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. રેસ્ટ ઈન ગ્લોરી સર.
આ સ્ટાર્સ સિવાય બોલીવુડ એક્ટ્રેસે પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અહીં જુઓ સેલેબ્સની ટ્વિટ્સ
કોર્પોરેટ જગતમાં તેમની શાનદાર સિદ્ધિઓ સિવાય રતન ટાટાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમને 2000 ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી અને 2004માં બોલીવુડ ફિલ્મ ‘ઐતબાર’ને કો-પ્રોડ્યુસ કરી. આ એક રોમેન્ટિક-સાયકોલોજિકલ ફિલ્મ હતી, જેમાં અમિતાભ બચ્ચન, જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું.