NATIONAL

રતન ટાટા કેમ પ્રિન્સ ચાર્લ્સ પાસેથી એવોર્ડ લેવા ન ગયા, જાણો કારણ

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા નથી રહ્યા. તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમની સાથે સંબંધિત વાર્તાઓ શેર કરી રહ્યા છે, જેમાં રતન ટાટાના દયાળુ સ્વભાવ, પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ વગેરેની સ્ટોરી સામેલ છે. પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમને લગતી એક ઘટના અવારનવાર ચર્ચામાં રહે છે. આ વર્ષ 2018ની વાત છે, જ્યારે રતન ટાટા પોતાના પાળેલા ડોગની ખરાબ તબિયતને કારણે UK રોયલ ફેમિલી દ્વારા આપવામાં આવેલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ લેવા પણ નહોતા ગયા.

કેમ એવોર્ડ લેવા ન ગયા રતન ટાટા

એકવાર ભારતીય ઉદ્યોગપતિ અને એક્ટર સુહેલ સેઠે રતન ટાટા સાથે જોડાયેલી આ ઘટના કહી હતી. તેમને જણાવ્યું હતું કે વર્ષ 2018 માં, યુકેના રાજા પ્રિન્સ ચાર્લ્સ (ચાર્લ્સ III) એ ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના પરોપકારી કાર્ય માટે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ 6 ફેબ્રુઆરી, 2018ના રોજ બકિંગહામ પેલેસ ખાતે યોજાવાનો હતો.

પાલતુ ડોગની તબિયત બગડતા પાડી ના

ખાસ વાત એ છે કે રતન ટાટાએ પહેલા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોતાની સંમતિ આપી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. તેનું કારણ એ હતું કે તે દરમિયાન તેના પાલતુ ડોગની તબિયત બગડી હતી અને તેમને તેના પ્રિય મિત્ર સાથે રહેવા માટે યુકે જવાની ના પાડી દીધી હતી.

રતન ટાટાએ જણાવ્યું કારણ

આ ઘટનાને યાદ કરતાં સુહેલ સેઠે જણાવ્યું હતું કે તેઓ પણ આ કાર્યક્રમ માટે લંડન ગયા હતા અને કાર્યક્રમના 2-3 દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા. પરંતુ, લંડન પહોંચતાની સાથે જ તેઓ પોતે રતન ટાટાના 11 મિસ્ડ કોલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેમણે રતન ટાટાને ફોન કર્યો ત્યારે ટાટા ચેરમેને તેમને કહ્યું, ‘ટેંગો અને ટીટોમાંથી એક (તેમન ડોગ) બીમાર પડ્યો છે અને હું તેમને છોડી શકતો નથી.’

પ્રિન્સ ચાર્લ્સે રતન ટાટાની કરી પ્રશંસા

સુહેલ સેઠે પણ રતન ટાટાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં તેમનો વિચાર બદલાયો ન હતો અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા ન હતા. જ્યારે પ્રિન્સ ચાર્લ્સને રતન ટાટાની ગેરહાજરી વિશે ખબર પડી ત્યારે તેમણે પણ રતન ટાટાના આદર્શો અને પ્રાથમિકતાઓની પ્રશંસા કરી હતી.

શ્વાન માટે ખોલવામાં આવી છે હોસ્પિટલ

તાજેતરમાં રતન ટાટાએ શ્વાન માટે હોસ્પિટલ ખોલી હતી. હોસ્પિટલ ખોલતી વખતે તેમને કહ્યું હતું કે હું શ્વાનને મારા પરિવારનો ભાગ માનું છું. રતન ટાટાએ વધુમાં કહ્યું હતું કે મેં મારા જીવનમાં ઘણા પાલતુ પ્રાણીઓ રાખ્યા છે. આ કારણે હું હોસ્પિટલનું મહત્વ જાણું છું. નવી મુંબઈમાં તેમના દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલ 5 માળની છે, જેમાં એક સાથે 200 પાલતુ પ્રાણીઓની સારવાર થઈ શકે છે.

165 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. રતન ટાટાનો શ્વાન પ્રત્યેનો પ્રેમ એ વાત પરથી પણ સમજી શકાય છે કે તેઓ એક વખત મિનેસોટા યુનિવર્સિટીમાં શ્વાનને લઈને ગયા હતા. જ્યાં શ્વાનનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button