આરોગ્ય વીમા કંપની સ્ટાર હેલ્થ ઇનશ્યોરન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ તથા એક અજ્ઞાત હેકર સામે ડેટાની ચોરીનો કેસ કર્યાના બે અઠવાડિયા બાદ હવે હેકર્સે સ્ટાર હેલ્થના 3.12 કરોડ ગ્રાહકોનો ડેટા ચોર્યો હોવાનું સામે આવ્યું છે. એક વેબસાઇટ ઉપર દાવો કરાયો છે કે 3.12 કરોડથી વધુ ગ્રાહકોનો ડેટા વેચાણ માટે ઉપલબ્ધ છે.
પોતાને xenZen નામથી ઓળખાવનારા હેકરે બનાવેલી આ વેબસાઇટ પર દાવો કરાયો છે કે તેની પાસે કુલ 3,12,16,953 ગ્રાહકોના PAN નંબર અને ઘરના સરનામા સહિતની પર્સનલ ડિટેલ્સ છે. વેબસાઇટ પર હેકરે જણાવ્યું કે, હું સ્ટાર હેલ્થ ઇન્ડિયાના તમામ ગ્રાહકો અને ઇન્શ્યોરન્સ ક્લેમનો સંવેદનશીલ ડેટા લીક કરી રહ્યો છું.
આ લીક સ્ટાર હેલ્થ અને એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રાયોજિત છે, જેમણે મને આ ડેટા વેચ્યો છે. તમે નીચે આપેલા ટેલીગ્રામ બોટ્સમાં ડેટાની ખરાઇ કરી શકો છો અને નીચે આપેલા સેક્શનમાં વાંચી શકો છો. જોકે કંપનીએ જેની સામે કેસ કર્યો છે એ જ હેકરે આ વેબસાઇટ બનાવી છે કે કેમ એ હજુ સુધી જાણી શકાયું નથી.
Source link