દિલ્હી પબ્લિક સ્કૂલ વડોદરા ખાતે CBSC ક્લસ્ટર XIII શિર્ષક હેઠળ બાસ્કેટબોલ ચૅમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરની 46 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાની અંડર 14 કેટેગરીમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ, અંડર 17 કેટેગરીમાં ગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરા અને અંડર 19 કેટેગરીમાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા વિજેતા બની હતી. ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના શિવેન તિલોકાણીએ સ્કોર બોર્ડનું નેતૃત્વ કર્યું હતું તેમ ગુજરાત પબ્લિક સ્કૂલના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ.અર્જુનસિંહ મકવાણાએ જણાવ્યું હતું.
Source link