NATIONAL

Maharashtra: પુણેમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ચાલક થયો બેફામ, 1નુંમોત

મહારાષ્ટ્રના પુણેમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓડી કાર અને એક બાઇક સવાર વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું મોત નીપજ્યુ છે. આ ઘટના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં ગુગલ બિલ્ડીંગ પાસે બની હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યે અકસ્માત થયો. ABC રોડથી તાડી ગુટા ચોકમાં ઓડી કાર (MH12 NE 4464)ને કારણે અકસ્માત સર્જાયો હતો.

બેફામ કાર ચાલક

ઘટનાની જો વાત કરીએ તો પહેલા કારે એક્ટિવા સ્કૂટીને ટક્કર મારી, જેના પર ત્રણ લોકો સવાર હતા અને ટક્કર બાદ તેઓ નીચે પડી ગયા અને તેમને નાની-મોટી ઈજાઓ થઈ. ત્યાર બાદ તે જ કારે અન્ય બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર રઉફ અકબર શેખને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આરોપી સકંજામાં

જો કે ઘટનાને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપી ડ્રાઇવરને ઝડપી લીધો છે. આરોપી ડ્રાઈવર આયુષ પ્રદીપ તયલ (34), હડપસરનો રહેવાસી છે. તેને પોલીસે કસ્ટડીમાં લઇને કાર જપ્ત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button