NATIONAL

Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન

દેશના દિગ્ગજ અને પીઢ ઉદ્યોગપતિ એવા રતન ટાટાનું બુધવારે નિધન થયું છે. ત્યારે તેઓના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

મુંબઈમાં મળેલી મહત્ત્વની બેઠકમાં આ નિર્ણય સર્વસમતી બાદ લેવામાં આવ્યો છે. નોએલ ટાટા જૂથના બે સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટ્રસ્ટના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. હવે તેઓએ ટાટા ટ્રસ્ટના ચેરમેન નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. 

ટાટા ગૃપમાં આ જવાબદારીઓ સંભાળે છે

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ ટાટા ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે પણ સામેલ છે. ગત કેટલાક વર્ષોથી તેઓ ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. ટાટા જૂથ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઈસ ચેરમેન તરીકે સેવા આપે છે. 

50 કરોડ ડોલરથી 3 અબજ ડોલરની કંપની ઊભી કરી દીધી

ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ડાયરેક્ટર તરીકે તેઓના કાર્યકાળ દરમિયાન, તેઓ વર્ષ-2010 અને 2021 વચ્ચે પોતાના કાર્યકાળમાં કંપનીની રેવન્યૂને 500 મિલિયન ડોલરથી ત્રણ બિલિયન ડોલરથી વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ટ્રેંટ લિમિટેડ કંપનીનું વર્ષ-1998માં માત્ર એક સિંગલ રિટેલર સ્ટોર હતો, જે આજે તેઓના લીડરશીપમાં આખા ભારતમાં 700થી વધુ સ્ટોર્સ ની સાથે મજબૂત નેટવર્તમાં તબદિલ થઈ ચુક્યું છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button