શુક્રવારે 11 ઑક્ટોબરે કારોબારના છેલ્લા દિવસે ભારતીય ચલણ ઘટીને ડોલરની સરખામણીએ રેકોર્ડ લો સ્તરે આવી ગયો છે. આ ઘટાડા પાછળ કેટલાક દિવસોથી ચાલુ જિયો-પોલિટિકલ ટેન્શન અને ચાઈનીઝ બજારનો પ્રોત્સાહન મળ્યા પછી ઈક્વિટી આઉટફ્લો વધ્યો છે. શુક્રવારે રૂપિયા 84.06ના લેવલ પર બંધ થયો. આવું પ્રથમવાર થયું જ્યારે રૂપિયો ડોલરની સરખામણીમાં 84ના સ્તરે પહોંચ્યો છે. સરળ રીતે કહીંએ તે એક અમેરિકી ડોલરના બદલે 84 રૂપિયા થઈ ગયા છે.
આ કારણોસર રૂપિયો ઘસાયો
આશરે 15 દિવસ અગાઉ રૂપિયો 83.50ની આસપાસ મજબૂત સ્તરે હતો, પરંતુ ઈઝરાયલ-ઇરાન તણાવમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઇક્વિટીને જંગી માત્રામાં વેચી દીધી અને યુએસમાં વ્યાજ દરમાં મોટા કાપની આશા ઓછી થઈ, જેના કારણે તેના નજીકના ભવિષ્યનો દૃષ્ટિકોણ બગડ્યો. વિદેશી રોકાણકારોએ છેલ્લા નવ ટ્રેડિંગ સેશનમાં મોટા પ્રમાણમાં શેર વેચ્યા છે, જ્યારે ઑક્ટોબરમાં અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના વાયદામાં 10%નો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરી કરે છે.
RBIના ટેન્શનમાં વધારો થયો
રૂપિયામાં 84ના સ્તરની ઉપર આવેલો ઘટાડો ખૂબ જ નોંધપાત્ર બની ગયો છે. ભારતીય રિઝર્વ બેંકે બે મહિનાથી વધુ સમય માટે તેને આ સ્તરે પહોંચતા અટકાવી હતી. સોમવારે, ભારતીય રિઝર્વ બેંકે અનૌપચારિક રીતે બેંકોને રૂપિયા પર ભારે દાવ લગાવવાનું ટાળવાની સલાહ આપી હતી. શુક્રવારે આરબીઆઈએ પણ દરમિયાનગીરી કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, મોટી જાહેર ક્ષેત્રની બેંકોએ રૂપિયામાં તીવ્ર ઘટાડો અટકાવવા માટે ડોલરનું વેચાણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, આગળ જતાં ચલણ પર વધુ દબાણ જોવા મળી શકે છે, પરંતુ RBI “રૂપિયો સ્થિર રહે તેની ખાતરી કરવા માટે માત્ર સામાન્ય અવમૂલ્યનની મંજૂરી આપી શકે છે,”
Source link