ભારતીય શેરબજાર આજે એટલે કે, 10 ઑકટોબર ગુરુવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ 167ના ગાબડાં સાથે બંધ થયું હતું. ભારતીય શેરબજાર આજે શાનદાર તેજીની સાથે ઓપન થયું છે. અમેરિકી માર્કેટ તેજીની સાથે બંધ થયું છે. જ્યારે એશિયન માર્કેટમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. જેના લીધે સેન્સેક્સ 250 અંકો અને નિફટી અંકોની નજીક ઉછાળાની સાથે ખુલ્યા છે. બેંકિંગ, એનર્જી અને એફએમસીજી શેર્સમાં તેજીને લીધે ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં તેજીની સાથે માર્કેટનો પ્રારંભ થયો છે.
આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો
નિફ્ટી પેક શેર્સમાં, ગુરુવારે સવારે સૌથી વધુ વધારો લાર્સન એન્ડ ટુબ્રો 1.32 ટકા, NTPC 1.08 ટકા, હિન્દાલ્કો 1.07 ટકા, BEL 1.04 ટકા અને એક્સિસ બેન્ક 0.97 ટકા વધ્યો હતો. તે જ સમયે, સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સમાં 1.45 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.12 ટકા, અપોલો હોસ્પિટલ 0.34 ટકા, ઇન્ફોસિસ 0.30 ટકા અને એચયુએલમાં 0.16 ટકા જોવા મળ્યો હતો.
બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ અગાઉ ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરે સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 81,467 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 31 પોઈન્ટ ઘટીને 24,981ના સ્તરે બંધ રહ્યો હતો. આ દરમ્યાન બીએસઈ સ્મોલ કેપ 670 પોઈન્ટ વધીને 56,110ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 ઊંચકાયા હતા અને 13 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 31માં ઘટાડો અને 19માં ઉછાળો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
Source link