BUSINESS

Gold-Silver Price Today: દશેરાના દિવસે સોના-ચાંદીમાં થયો ચળકાટ, જાણો આજનો નવો ભાવ

આજે દશેરા નિમિત્તે સોનું ખરીદવા જઈ રહ્યા હોવ તો પહેલા આજે 12મી ઑક્ટોબરનો સોના અને ચાંદીનો નવો ભાવ જાણી લો. શનિવારે સોના અને ચાંદીની કિંમતોમાં ફરી મોટો ફેરફાર થયો છે. સોનાના રેટમાં 270 રૂપિયા અને ચાંદીના ભાવમાં એક હજાર જેવો ઉછાળો નોંધાયો છે. નવા ભાવ પછી સોનાના ભાવ 77 હજાર રૂપિયા અને ચાંદીના ભાવ 97 હજારની નજીક પહોંચ્યા છે.

 

આજે શનિવારે બુલિયન માર્કેટ દ્વારા જાહેર સોના અને ચાંદીના નવા ભાવ અનુસાર, આજે 12 ઑક્ટોબરે 22 કેરેટ સોનાના ભાવ 71, 350, 24 કેરેટના ભાવ 77,820 અને 18 ગ્રામ 58,380 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 97 હજાર રૂપિયા ચાલી રહી છે. ચાલો જાણીએ જુદાજુદા શહેરોના સોનાના ભાવ.

દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ

ક્રમ શહેર 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ  22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ  24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
1 દિલ્હી  58,380 રૂપિયા 71, 200 રૂપિયા  77, 820 રૂપિયા
2 મુંબઈ  58, 260 રૂપિયા 71,350  રૂપિયા 77, 670  રૂપિયા
3 કોલકાતા  58, 260 રૂપિયા 71,350  રૂપિયા 77, 670 રૂપિયા
4 ચેન્નઈ 58,850 રૂપિયા 71 250 રૂપિયા 77, 720 રૂપિયા
5 ઈંદોર-ભોપાલ 8,850 રૂપિયા 71 250 રૂપિયા 77, 720 રૂપિયા

ચાંદીના ભાવમાં ચળકાટ વધ્યો

જયપુર, કોલકાતા. અમદાવાદ, લખનઉ, મુંબઈ, દિલ્હી બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવ 97 હજાર રૂપિયા ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચેન્નઈ, મદુરાઈ, હૈદ્રાબાદ, કેરળ બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ એક લાખ ત્રણ હજાર રૂપિયા વેચાણ થઈ રહી છે. ભોપાલ અને ઈંદોરમાં એક કિલો ચાંદીનો ભાવ 97 હજાર ચાલી રહી છે. 

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો

22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button