SPORTS

ભારતે હૈદરાબાદ T20 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું, આ 3 ખેલાડીઓ બન્યા જીતના હીરો

બાંગ્લાદેશને ત્રીજી T20 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેચ 133 રને જીતી લીધી છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો ત્રણ મોટા ખેલાડીઓ હતા. તમને જણાવી દઈએ કે આ મેચમાં આ ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી છે.

સંજુ સેમસન

આ મેચમાં ટીમ ઈન્ડિયાનો જીતનો હીરો સંજુ સેમસન રહ્યો હતો. પ્રથમ બે મેચમાં નિષ્ફળ રહ્યા બાદ સંજુ સેમસને આ મેચમાં જોરદાર ધૂમ મચાવી હતી. તેને આ મેચમાં માત્ર 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેને 11 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ પહેલા તેને માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન તેને રિશાદની એક જ ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

 

સૂર્યકુમાર યાદવ

આ મેચમાં સૂર્યકુમાર યાદવે સંજુ સેમસનને જોરદાર સપોર્ટ આપ્યો હતો. એક સમયે ટીમ ઈન્ડિયાએ 23 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તેને સંજુ સાથે 173 રનની રેકોર્ડ ભાગીદારી કરી. તેમની ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી શકી હતી. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

 

 

રવિ બિશ્નોઈ

આ મેચમાં જ્યાં બોલરો સતત રન બનાવી રહ્યા હતા ત્યાં રવિ બિશ્નોઈએ પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો. તેને પ્રથમ ઓવર મેડન પણ કરી હતી. આ સાથે જ તેને 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈ આ સિરીઝમાં પહેલીવાર રમતો જોવા મળ્યો હતો.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button