NATIONAL

કોણ હતા બાબા સિદ્દીકી? રાજકારણથી લઈને બોલીવુડ સુધી હતો મોટો દબદબો

બોલિવૂડથી લઈને રાજનીતિ સુધી દરેક વસ્તુ પર મજબૂત પકડ ધરાવતા બાબા સિદ્દીકીની આજે શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના બાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું

જ્યાં તેમને ફરજ પર હાજર રહેલા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં ખેરનગરના રામ મંદિર વિસ્તારમાં ત્રણથી ચાર યુવકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બોલિવૂડ પર બાબા સિદ્દીકીની પકડ એટલી જ મજબૂત હતી જેટલી તેમની રાજનીતિ પર પકડ હતી. બાબા પહેલા કોંગ્રેસના નેતા હતા. જો કે, લોકસભા ચૂંટણી પહેલા તેઓ અજિત પવારના જૂથના એનસીપીમાં જોડાયા હતા.

તેમના મૃત્યુ બાદ હોસ્પિટલ બહાર કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા લાગ્યા છે અને હાલમાં પોલીસે બે લોકોની અટકાયત કરી લીધી છે. આ ગોળીબારના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ છે. બાબા સિદ્દીકી ધારાસભ્ય જીશાન સિદ્દીકીના પિતા છે. તેઓ થોડા દિવસ પહેલા જ NCPમાં જોડાયા હતા.

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી ખુબ જ પ્રખ્યાત હતી

બોલિવૂડમાં કેટલાક એવા લોકો છે જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સીધા જોડાયેલા નથી, પરંતુ તમામ મોટા સુપરસ્ટાર્સ સાથે ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે. બાબા સિદ્દીકીને બોલિવૂડ સાથે પણ આવો જ સંબંધ હતો. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી હંમેશા ચર્ચામાં રહેતી. તેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન ઉપરાંત ફિલ્મ અને ટીવીની દુનિયાના ઘણા મોટા સ્ટાર્સ સામેલ થતા હતા.

બાબા સિદ્દીકીની હત્યાની ઘટના બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે અને જ્યાં તેમણે ઘટનાની જાણકારી લીધી, ત્યારબાદ તેમણે કહ્યું કે અમે કડક કાર્યવાહી કરીશું, ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજિત પવારે આવતીકાલના તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button