દિલ્હી સરકાર ટ્રાફિકનો નિવેડો લાવવા માટે એક નવી યોજના પર કામ કરી રહી છે અને જલદી જ આ પ્લાન લાગુ પણ થશે. રાજ્ય સરકારે યોજનાને કન્જેશન ટેક્સ નામ આપ્યું છે. દિલ્હીની આપ સરકાર પીક અવર્સમાં ભારે ટ્રાફિકનો નિવેડો લાવવા માટે કન્જેશન ટેક્સ લાગુ કરવાની યોજના ઘડી રહી છે.
અહેવાલો અનુસાર કન્જેશન ટેક્સ એ લોકો પાસે વસૂલાશે જે લોકો પીક અવર્સ એટલે કે સવારે 8થી 10 વાગે અને સાંજે 5.30થી 7.30 વચ્ચે કેટલાક ખાસ રસ્તાઓ પરથી પસાર થશે. આ ટેક્સ લાગુ કરવાનો આશય પીક અવર્સ દરમિયાન ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. પ્રારંભિક તબક્કામાં તેના માટે દિલ્હીની સરહદો પર 13 પ્રમુખ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ યોજના શરૂ થતા દિલ્હીમાં એન્ટ્રી લેનારા લોકોએ કન્જેશન ટેક્સ ચૂકવવો પડી શકે છે. દિલ્હીના ટ્રાન્સપોર્ટ કમિશનર શહજામ આલમે જણાવ્યું હતું કે આ ટેક્સ લાગુ પડયા બાદ ડ્રાઇવરોએ પીક ટ્રાફિક અવર્સ દરમિયાન કેટલાક ખાસ રસ્તાનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે આલમે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયાને કન્જેશન પ્રાઇસિંગ કહેવામાં આવે છે.
Source link