GUJARAT

પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારમાં આસો માસમાં અષાઢી માહોલ છવાયો

પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં આસોમાં અષાઢી માહોલ જોવાયો હતો. ઘોઘંબા, કાલોલ, ગોધરા અને શહેરા તાલુકામાં હળવા ભારે ઝાપટા અને ગાજવીજ પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે વરસાદ નહિં વરસતા નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં ખેલૈયાઓએ રાહત અનુભવી છે.

ખેડૂતોને સૂકા ઘાસચારા અને ખેતરમાં તૈયાર થયેલા ડાંગરના પાકને નુકશાન થવા ઉપરાંત બેવડી ઋતુની અસર વચ્ચે ઋતુજન્ય રોગચાળાની ભીતિ વચ્ચે સૌ ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ પવન સાથે ઘોઘંબાના પૂર્વ વિસ્તારો સહિત કાલોલ, શહેરા અને ગોધરામાં આસો માસમાં જાણે અષાઢી માહોલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગોધરા શહેરમાં અંદાજિત અડધો કલાક સુધી વરસેલા વરસાદને લઈને માર્ગો પાણી પાણી થઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો જમાવડો થયો હતો .રવિવારે દિવસ દરમિયાન સૂર્યનારાયણ પણ વાદળોની ફેજ વચ્ચે સંતાકૂકડી રમતા હોય એવા દ્રશ્યો સાથે અષાઢી માહોલવાળું સમગ્ર વાતાવરણ જોવાયું હતું. હાલ ખેડૂતોએ મકાઈનો પાક લણી સૂકો ઘાસચારો ઘર આંગણે અને ખળી માં મૂકી રાખ્યો છે જે પલળી જવાની શક્યતાઓ વચ્ચે ઢાંકવા માટે દોડધામ મચી હતી. બીજી તરફ્ ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક પણ નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન બફરોતેમજ વરસાદી માહોલની ત્રેવડી ઋતુની અસરો વચ્ચે જનજીવનને પણ ઋતુજન્ય રોગચાળો વકરવાની શક્યતાઓ એ ચિંતિત બનાવી દીધા છે. આ ઉપરાંત ખેતરમાં તુવેરના પાકને હાલ ફૂલ આવવાની શરૂઆત થઈ છે જે ફૂલ પણ વધુ વરસાદ વરસે તો ધોવાઈ જવાથી ખેતીને નુકસાન થવાની શક્યતાઓખેડૂતો દ્વારા સેવવામાં આવી રહી છે. જોકે હાલ શિયાળૂ પાક માટે ખેડૂતો દ્વારા ખેતરમાં મકાઈની વાવણી કરવામાં આવી રહી છે જેને હાલ વરસી રહેલો વરસાદ ફાયદા રૂપ થશે એવું ખેડૂતોનું માનવું છે.

જાંબુઘોડામાં ત્રીસ મિનિટમાં દોઢ ઇચ વરસાદ ખાબક્યો

જાંબુઘોડા : પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે નામના મેળવનાર જાંબુઘોડા પંથકમાં આજરોજ બપોરના 3:30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઈચ ધોધમાર વરસાદ વરસી પડયો હતો વરસાદને પગલે નગરમાં ઠેર ઠેર વરસાદી પાણી નજરે પડયા હતા થોડોક સમય એવું લાગતું હતું કે જાંબુઘોડા નગરમાં જાણે આભ ફટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વીજળી પવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને પગલે હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર અનેક ઠેકાણે વૃક્ષોની ડાળીઓ ધરાશાહી થઈ હતી જેને પગલે થોડાક સમય માટે રોડ ઉપરની અવર-જવર બંધ થઈ હતી હાલ વરસી રહેલા વરસાદને પગલ ધરતીપુત્રોને પડતા પર પાટુ માર્યું હોય તેમ આ કુદરતી આફ્ત ને પગલે ભારે નુકસાન પહોંચ્યું હતું કારણ કે થોડા દિવસ પૂર્વે જ આ વિસ્તાર ના મોટા ભાગ ના ધરતીપુત્રો એ ચોમાસા દરમિયાન નષ્ટ થઈ ગયેલા કપાસ સહિતના પાકોને કાઢી નાખી ફરી મકાઈ તેમજ બાટા નું વાવેતર કર્યું હતું જે વાવેતરમાં પણ આ વરસાદને લઈ નુકસાન થવાની ભીતી સેવાય રહી છે જ્યારે બીજી બાજુ ડાંગર નો પાક તૈયાર થઈ ગયો છે જેને પણ આ વીજળીક પવન અને ભારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદને પગલે ભારે નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હાલ દેખાઈ રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button