ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં રવિવારે પોતાનું અભિયાન ત્રણ મેડલ્સ સાથે સમાપ્ત કર્યુ હતું જેમા મહિલા ડબલ્સનો ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ પણ સામેલ છે.
ગત એશિયન ચેમ્પિયનશિપની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જોડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનારી અયહિકા મુખર્જી અને સુતીર્થા મુખરજીની વિશ્વની 15માં નંબરની જોડી સેમીફાઇનલમાં જાપાની મિવા હરિમોતો અને મિયુ કિહારાને 30 મિનિટ કરતા પણ ઓછા સમયમાં 4-11,9-11,8-11થી હારી હતી. જે કારણે તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડયો હતો. જોકે, ભારતે પહેલી વાર મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ નાયોંગ અને લી યૂન્હેને હરાવીને પોતાનો મેડલ પાક્કો કર્યો હતો. ભારતીય ટીમે આ પહેલા ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જેમાં મનિકા બત્રા, અયહિકા મુખરજી અને સુતીર્થા મુખરજીની ટીમનો જાપાન સામે 1-3થી પરાજય થયો હતો. પરંતુ અંતિમ ચારમાં પહોંચીને ટીમે પોતાના માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
1972માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર મહિલા ટીમ સ્પર્ધામાં ભારતને મેડલમળ્યો છે. મેન્સ વર્ગમાં અચંતા શરથ કમલ, માનવ ઠક્કર અને હરમીત દેશાઇની ભારતીય ટીમ સેમી ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇ સામે 0-3થી હારી ગઇ હતી અને તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડયો હતો.
Source link