નેશન્સ લીગની એક અન્ય મેચમાં માર્ટિન જુબિમેન્ડીએ મેચની 79મી મિનિટમાં કરેલા ગોલની મદદથી ડેનમાર્કને 1-0થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે જ વર્તમાન ચેમ્પિયન સ્પેનના ગ્રૂપ એક મેચમાં ત્રણ મેચ બાદ સાત પોઇન્ટ થઇ ગયા છે.તો બીજી તરફ ડેનમાર્ક છ પોઇન્ટની સાથે બીજા સ્થાને છે. સર્બિયાના ચાર પોઇન્ટ છે. તેણે ટૂર્નામેન્ટની એક અન્ય મેચમાં સ્વિત્ઝર્લેન્ડને 2-0થી પરાજય આપ્યો હતો. લીગ સીમાં કોસોવોએ લિથુઆનિયાને 2-1થી પરાજય આપ્યો હતો અને રોમાનિયાએ સાઇપ્રસને 3-0થી હાર આપી હતી.
મેચમાં શરૂઆતથી જ સ્પેને હરીફ ટીમ પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું હતું જોકે, તેને મેચની 79મી મિનિટમાં ગોલ કરવાની તક મળી હતી અને માર્ટિન જુબિમેન્ડીએ પોતાના દેશ માટે પોતાનો પહેલાર્ગોલ ફટકાર્યો હતો. રિયલ સોસિદાદના મિડફિલ્ડરે બોક્સના છેડેથી શોટ ફટકાર્યો હતો અને તે હરીફોને છકાવીને સીધો ગોલ પોસ્ટમાં ગયો હતો. જુબિમેન્ડીએ મેચ બાદ કહ્યું તું કે અમે ખુબ ખુશ છીએ ખાસ કરીને આવી ટાઇટ ગેમમાં મળેલી જીત બદલ અમે ખુશ છીએ.
Source link