NATIONAL

Baba Siddique: સલમાન ખાનના ફાર્મ હાઉસ ખાતે પોલીસનો કાફલો, સુરક્ષા વધારાઇ

મુંબઈમાં બાબા સિદ્દીકી હત્યા કેસ બાદ તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે. 10થી વધારે ટીમ તપાસમાં જોતરાઇ છે. બે આરોપી ઝડપાઇ ચૂક્યા છે જ્યારે ત્રીજાને પકડવા માટે ચાર રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગએ સ્વીકારી છે. આ ગતિવિધિઓ જોતા સલમાન ખાનની સિક્યોરીટી તેજ કરવામાં આવી છે. ત્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટ બાદ તેના ફાર્મ હાઉસની સિક્યોરિટી ટાઇટ કરવામાં આવી છે.

સલમાનની સુરક્ષામાં વધારો

નવી મુંબઈ પોલીસ સલમાન ખાનની સુરક્ષાને લઈને સતર્ક થઈ ગઈ છે. સલમાન ખાનના ફાર્મ હાઉસ પર સુરક્ષા અને પેટ્રોલિંગ વધારી દીધું છે. ફાર્મ હાઉસ નવી મુંબઈના પનવેલમાં છે અને ફાર્મ હાઉસ સુધી પહોંચવા માટે એક જ રસ્તો છે, જે ગામમાંથી પસાર થાય છે. પોલીસે સ્થાનિક ગ્રામજનો અને તેમની ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી દીધા છે. પોલીસે કહ્યું છે કે જો તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરો. આ કામમાં સ્થાનિક ગ્રામજનો પણ પોલીસને મદદ કરી રહ્યા છે. બીજી મોટી વાત એ છે કે એજન્સીઓને કોઈપણ પ્રકારના ઈનપુટ પર નજર રાખવા માટે એલર્ટ કરવામાં આવી છે જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.

પોલીસ રાખી રહી છે ચાંપતી નજર

નવી મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓએ પનવેલ ફાર્મ હાઉસનું પેટ્રોલિંગ વધારી દીધુ છે સાથે જ વધારે સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કર્યા છે. અનેક જગ્યાએ નાકાબંધી પણ કરવામાં આવી રહી છે જેથી વાહનોનું ચેકિંગ થઈ શકે. પોલીસ દ્વારા પસાર થતા દરેક વાહન પર નજર રાખવામાં આવી રહી છે. બિશ્નોઈ ગેંગ આ પહેલા પણ ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી ચુકી છે. સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષામાં વધારો

બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનના એપાર્ટમેન્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સિદ્દીકીને બાંદ્રાના નિર્મલ નગર પાસે ગોળી મારી દેવામાં આવી હતી. બાદમાં શનિવારે મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલમાં ગોળી વાગવાથી તેનું મોત થયું હતું. સલમાન શનિવારની મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલમાં સંવેદના વ્યક્ત કરવા ગયો હતો અને સિદ્દીકીના પરિવારને મળ્યો હતો. સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button