વડોદરામાં ભાડુઆતુઓને લઈ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. ભાયલી સામુહિક દુષ્કર્મ બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે અને ડીજીપીના આદેશ બાદ શહેરમાં પોલીસે ચેકીંગ શરૂ કર્યું છે.
પોલીસે મકાન માલિકે ભાડા કરાર કર્યો છે કે નહીં તેની તપાસ હાથ ધરી
પોલીસે પરપ્રાંતિય ભાડુઆતોનો સર્વે હાથ ધર્યો છે અને ભાડા કરાર છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. ત્યારે શહેરના ફતેપુરા લાલ અખાડા પાસે મકાનમાં ભાડુઆતો મામલે ક્ષતિ બહાર આવી હતી. જેમાં મકાન માલિકે ભાડા કરાર 3 મહિનાથી રીન્યુ કર્યો ન હતો અને આ તમામ ભાડુઆતો યુપી અને બાંગ્લાદેશના હતા. ત્યારે આ મામલે મકાન માલિકે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભાડુઆતો પણ 6 વર્ષથી રહેતા હોવાનું કબુલ્યું હતું. ત્યારે બીજી તરફ શહેરમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 4 લોકોની અટકાયત કરી છે.
પોલીસની 3 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી સ્પેશિયલ ડ્રાઈવ
રાજ્યમાં જે લોકો ભાડે ઘરમાં રહી રહ્યા છે તે લોકો અને મકાન માલિકો સાવચેત થઈ જજો. કારણ કે 13 ઓક્ટોબરથી 27 ઓકટોબર સુધી ભાડુઆતોને લઈ ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવનું નામ ભાડુઆત રજિસ્ટ્રેશન ડ્રાઈવ રાખવામાં છે. જે લોકોએ મકાન ભાડે રાખ્યું છે તે ભાડુઆત અને જે મકાન માલિક છે તેણે પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ભાડા કરાર નહીં બતાવ્યો હોય અને નહી કર્યો હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે.
ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દ્વારા 13 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ભાડુઆત નોંધણી અંગેની આ ઝુંબેશ હેઠળ પોલીસ ભાડુઆત નોંધણી અંગેની ઘરે ઘરે જઈને તપાસ કરે છે. આ મામલે ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યું હતું કે રાજ્યભરમાં 13થી 27 ઓકટોબર, 2024 દરમિયાન ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે અને ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે.
Source link