GUJARAT

Gandhinagar: ગુજરાત નેશનલ લો યુનિ.ને ફરીવાર મળ્યો બોમ્બની ધમકી ભર્યો મેઇલ

ગુજરાત નેશનલ લો યુનિ.ને ફરીવાર બોમ્બની ધમકી ભર્યો મેઇલ મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગઈકાલે પણ એક ઇ-મેઇલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી. ઇ-મેઇલની માહિતી મળતા ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી અને તપાસ આદરી હતી. જો કે, અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ મળ્યુ નથી.

ગાંધીનગર નેશનલ લૉ યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે ગાંધીનગરની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર નેશનલ લૉ યુનિ.ને ફરીવાર મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ધમકી ભર્યો મેઇલ મળતાની સાથે ગાંધીનગરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી અને ગાંધીનગર નેશનલ લૉ યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકીને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

નેશનલ લો યુનિ.ને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી!

માહિતી મુજબ, ગાંધીનગરમાં આવેલી નેશનલ લો યુનિવર્સિટીને 2 દિવસ અગાઉ પણ મોડી રાતે એક ધમકીભર્યો ઇ-મેઇલ આવ્યો હતો. આ ઇ-મેઇલમાં નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક ગાંધીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી, મોડી રાતે જ ગાંધીનગર પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘમકી ભર્યો મેઇલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હાલ તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button