GUJARAT

Savarkundlaમાં જોગીદાસ બાપુની પ્રતિમાનું કરાયું અનાવરણ, અનેક મહાનુભાવો રહ્યા હાજર

સાવરકુંડલા નગરપાલિકા પરિસરમાં સાવરકુંડલાનું ગૌરવ એવા બહારવટિયા અને જેની ખાનદાની માટે ઈતિહાસે નોંધ લીધી છે એવા જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ સુપ્રસિદ્ધ રામાયણ મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું.

જોગીદાસ બાપુમાં પંચતત્વના અદભુત ગુણ હતા: મોરારી બાપુ

આ પ્રસંગે મોરારીબાપુએ તેમની ખાનદાની ખુમારી અને જોગીદાસ બાપુમાં જે સમાજને અનુકરણ કરવા જેવા ગુણો હતા, તેનું વર્ણન કરી અને સમગ્ર વિશ્વને એક નવો સંદેશ આપ્યો છે કે જોગીદાસ બાપુમાં પંચતત્વના અદભુત ગુણ હતા તે સમાજે અપનાવવા જોઈએ આ પ્રસંગે તેમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ સંઘાણીએ લુંટારા અને બહારવટિયાનો ભેદ સમજાવી જોગીદાસ બાપુની ખાનદાની વિશે ઉદાહરણો આપ્યા હતા. જોગીદાસ બાપુના સંસ્કારો સમગ્ર વિશ્વને ઉદાહરણ બનાવવા માટે નગરપાલિકા સાવરકુંડલાનો આ પ્રયાસ અને ધારાસભ્ય મહેશ કસવાળાના પ્રયાસને દિલીપભાઈ સંઘાણીએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી

સાવરકુંડલા નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકા દ્વારા જોગીદાસ બાપુ ખુમાણની મૂર્તિના અનાવરણ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા આ ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી, તેમજ સાવરકુંડલા નગરપાલિકાને જોગીદાસ બાપુનું નામકરણ અને આજે જોગીદાસ બાપુની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું પોતાને સૌભાગ્ય મળ્યું તેને લઈ ગૌરવ અનુભવે છે, આ ક્ષણને માણવા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધન ઝડફિયા, દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરીયા, નાયબ મુખ્ય દંડપ કૌશિક વેકરીયા, ધારાસભ્ય જનક તલાવ્યા, હીરા સોલંકી, જે.વી.કાકડીયા અને વિશિષ્ટ સન્માન જેનું કરવામાં આવ્યું છે તેવા ભીખુદાનભાઈ ગઢવી તેમજ સાધુ-સંતોમાં સતાધારથી વિજય બાપુ સાવરકુંડલાના બે મહાન વિભૂતિ દેવી સ્વરૂપ ઉષામૈયા અને જ્યોતિરમીયા તેમજ માનવ મંદિરના ભક્તિ બાપુ સહિતના ભાજપ કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી માર્મિક ટકોર

જોગીદાસ બાપુ ખુમાણની મૂર્તિના અનાવરણ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહી માર્મિક ટકોર કરી હતી કે પહેલાના સમયમાં જોગીદાસ બાપુનું નામ લેતા તેમની ખાનદાની ખુમારી અને બહેન દીકરી પ્રત્યેની આદર આવકાર અને સુરક્ષા જેવા સદગુણો સાંભળીને માથું ઊંચું થઈ જાય છે, ત્યારે નગરપાલિકાને સૂચન કર્યું હતું કે આ મૂર્તિ પાસે જોગીદાસ બાપુની ખુમારી અને તેમનો ઈતિહાસ ખાસ કંડારવો, જેથી હાલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ઈતિહાસને વાંચે અને આજે આચાર્યની વાતોની કેટલીક ઘટનાઓ સાંભળીને માથું નીચું થઈ જાય છે તે કુસંસ્કારોમાં સુધારો આવે પરિવર્તન આવે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button