NATIONAL

એક પછી એક 4 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનો પણ સમાવેશ થાય છે. ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કરીને તમામ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંદેશા મળ્યા, જેના પગલે સુરક્ષા એજન્સીઓએ કેટલાક એરપોર્ટ પર આતંકવાદ વિરોધી વિશેષ કવાયત શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા જઈ રહેલું એક વિમાન પણ સામેલ હતું.

સોમવારે પણ મળી હતી ધમકી

સોમવારે મુંબઈથી ઉપડતી ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે સેંકડો મુસાફરો અને એરલાઈન્સ કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તપાસ બાદ આ ધમકીઓને નકલી જાહેર કરવામાં આવી હતી.

ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી અયોધ્યા વાયા બેંગલુરુ જતી ફ્લાઈટ (IX765), સ્પાઈસ જેટની દરભંગાથી મુંબઈ જતી ફ્લાઈટ (SG116), અકાસા એરની સિલીગુડીથી બેંગ્લોર જતી ફ્લાઈટ (QP 1373) અને એર ઈન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઈટ (AI 127) સામેલ હતી. અયોધ્યા એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનની સુરક્ષા તપાસ કરવામાં આવી હતી.

સ્પાઈસ જેટ અને અકાસા એરના વિમાન સુરક્ષિત રીતે લેન્ડ

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સ અનુસાર સ્પાઈસ જેટ અને અકાસા એરના વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરાયા છે. જ્યારે દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને સુરક્ષા તપાસ માટે કેનેડા ડાયવર્ટ કરવામાં આવી છે. ઉડ્ડયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ કેસોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. ,

અગાઉ વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

સૂત્રોએ જણાવ્યું કે, એક્સ હેન્ડલે એરલાઇન્સ અને પોલીસના હેન્ડલને ટેગ કરતા દાવો કરે છે કે, આ વિમાનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. સોમવારે પણ ચાર અલગ-અલગ એક્સ હેન્ડલ્સે મુંબઈથી ઉપડતી ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને સમાન ધમકીઓ આપી હતી. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ, એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરોએ સોમવારે આતંકવાદ વિરોધી સુરક્ષા તપાસ હાથ ધર્યા પછી સંદેશાઓને નકલી જાહેર કર્યા હતા. જ્યારે બોમ્બ અથવા હાઇજેકની ધમકી મળે ત્યારે આતંકવાદ વિરોધી સુરક્ષા તપાસ સક્રિય થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ આ ધમકીઓ પાછળના લોકોને શોધી કાઢવા માટે ભારતીય સાયબર સુરક્ષા એજન્સીઓ અને પોલીસની મદદ માંગી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button