NATIONAL

Delhi: ભારતમાં બીજું સૌથી મોટું 5G માર્કેટ : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) 2024નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે આઠમી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે એક જીબીના 12 સેન્ટના દરે વિશ્વમાં સૌથી સસ્તો ડેટા ભારતમાં છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું 5G માર્કેટ બન્યું છે. ટેલિકોમ અને તેની સાથે સંબંધિત ટેક્નોલોજીની વાત આવે છે ત્યારે ભારત સૌથી વધુ કામ કરતા દેશોમાંનો એક છે. ભારતે દર્શાવ્યું છે કે કેવી રીતે ડિજિટલ કનેક્ટિવિટી લાસ્ટ માઇલ ડિલિવરી માટે અસરકારક સાધન બની ગઈ છે. 21મી સદીમાં ભારતની મોબાઇલ અને ટેલિકોમ સફર સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે. મોબાઇલ અને ટેલિકોમને સમગ્ર વિશ્વમાં એક સુવિધા તરીકે જોવામાં આવે છે પણ ટેલિકોમ એ કનેક્ટિવિટીનું માધ્યમ હોવાની સાથે ભારતમાં ઇક્વિટી અને તકોનું માધ્યમ છે.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે સરકારે દેશભરમાં મોબાઈલ ટાવર્સનું મજબૂત નેટવર્ક ઊભું કર્યું છે. ફ્ક્ત 10 વર્ષમાં ભારતે ઓપ્ટિકલ ફાઇબર પાથર્યું છે, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનાં અંતર કરતાં આઠ ગણું વધારે છે. 5G ટેક્નોલોજીનો શુભારંભ બે વર્ષ અગાઉ થયો હતો અને અત્યારે લગભગ દરેક જિલ્લો એકબીજા સાથે જોડાયેલો છે, જે ભારતને દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું 5G માર્કેટ બનાવે છે. વિશ્વના ઘણા દેશો કે જ્યાં એક જીબી ડેટા 10થી 20 ગણો મોંઘો છે તેની તુલનામાં ભારતમાં ઇન્ટરનેટ ડેટાની કિંમત એક જીબીના 12 સેન્ટ જેટલી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button