SPORTS

Football: નાઇજીરિયાની ફૂટબોલ ટીમને લિબિયાના એરપોર્ટ ઉપર 16 કલાક ગોંધી રખાઇ

નાઇજીરિયન ફૂટબોલ ટીમે લિબિયામાં રમાનારી આફ્રિકા કપઓફ નેશન્સ ફૂટબોલ ક્વોલિફાયર મેચનો બહિષ્કાર કરી દીધો છે અને ટીમ સોમવારે વતન પરત ફરી હતી. બેંગહાઝી ખાતે લિબિયા સામે મંગળવારે રમાનારા મુકાબલા માટે નાઇજીરિયન ટીમ લિબિયા પહોંચી હતી

પરંતુ લિબિયા ફૂટબોલ એસોસિયેશને કોઇ પણ કારણોસર ટીમને એરપોર્ટની બહાર નીકળવા દેવાની મંજૂરી આપી નહોતી. એરપોર્ટના સત્તાવાળાઓએ પૂરી ટીમને એરપોર્ટમાં 16 કલાક માટે ગોંધી રાખી હતી. ખેલાડીઓ પાસે ફોનની કોઇ સર્વિસ નહોતી અને તેમની પાસે ખાવાપીવાની વસ્તુઓ પણ નહોતી. ખેલાડીઓને એરપોર્ટની અંદર જ ખુરશીઓ ઉપર સુઇ જવાની ફરજ પડી હતી. ખેલાડીઓને એરપોર્ટથી મેચના વેન્યૂ સુધી પહોંચવા માટે વધુ 250 કિલોમીટરની મુસાફરી કરવાની હતી. ખેલાડીઓને એવું જણાવવામાં આવ્યું હતું કે વિમાનની સાઇઝ મોટી હોવાના કારણે લેન્ડિંગ કરી શકે તેમ નથી. તેથી પૂરી ફ્લાઇટને અલ અબરાક એરપોર્ટ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાં તેમને એવી માહિતી આપવામાં આવી હતી કે વિમાનમાં ફ્યૂઅલ ભરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેઓ ટેકઓફ કરશે. વાઇફાઇ નહીં હોવાના કારણે ખેલાડીઓ પોતાના નાઇજીરિયન ફૂટબોલ એસોસિયેશનનો સંપર્ક પણ કરી શક્યા નહોતા. લિબિયન ફૂટબોલ ફેડરેશને ફ્લાઇટને જાણીજોઇને શિફ્ટ કરવામાં આવી નહોતી. એર ટ્રાફિકના કારણે તથા સિક્યુરિટી ચેકિંગના કારણે સમસ્યાઓ સર્જાઇ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button