GUJARAT

Viramgam શહેર પોલીસે કુખ્યાત ઈરાની ગેંગના બે રીઢા ગુનેગારને દબોચી લીધા

વિરમગામ શહેર પોલીસે વાહન તપાસ દરમિયાનમાં ગત તા. 3જી ઓક્ટોબરના રોજ બે વ્યક્તિને જક્સી રોડ પાસેથી નંબર પ્લેટ વગરના પલ્સર મોટર સાયકલ સાથે શક પર દબોચી લીધા હતા.

વધુ તપાસ કરતા દબોચેલા બંને વ્યક્તિ કુખ્યાત ઈરાની ગેંગના બે રીઢા ગુનેગાર હોવાનો પર્દાફશ થયો હતો અને અમદાવાદ જિલ્લાના વિરમગામ, સાંણદ તથા બાવળા પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. ત્યારે રીઢા ગુનેગારો ઈરાની ગેંગ સાથે આંતર રાજ્યમાં 100 ગુનાને અંજામ આપ્યો છે. જેમાં 47 ગુના તેમના વિરુદ્ધમાં નોંધાયેલા હોવાનું બહાર આવતા વિરમગામ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે. ગુનેગાર પાસેથી પોલીસનુ નકલી ઓળખપત્ર પણ મળી આવ્યુ હતુ.

વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેર પોલીસે ત્રણ ઓક્ટોબરના રોજ જકસી રોડ પર વાહન ચેકીંગ હાથધર્યું હતુ. દરમ્યાનમા નંબર પ્લેટ વગર એક પલ્સર મોટરસાયકલ પર બે વ્યક્તિ પસાર થતા મોટરસાયકલ ચોરી કરેલા શક પર રોકીને પુછ પરછ કરી હતી. જેમાં ખોટા નામ જણાવ્યા હતા તેમજ તેમની પાસેથી પોલીસનુ નકલી ઓળખપત્ર મળી આવતા બંનેને દબોચી લાલ આંખ બતાવતા એક મહારાષ્ટ્ર મુંબઈમાં મુમરા તાલુકાના કૌસાનો રહેવાસી મુસ્તુફ શબ્બિરાલી જાફ્રી વય 41 અને બીજો મહારાષ્ટ્રના શાગલી જિલ્લના રામાનાંદનગરનો રહેવાસી શખી અકબરઅલી જાફ્રી વય 58 જાણવા મળી હતી.બંને વ્યક્તિઓ ઈરાની ગેંગ સાથે મળીને ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં કુલ સો ગુનાને અંજામ આપ્યો છે. જેમાં ગુજરાતમાં 20, ઉત્તર પ્રદેશમાં એક અને મહારાષ્ટ્ર રાજ્યમાં 26 મળી કુલ તેમના વિરુદ્ધમાં 47 ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા છે. હાલ બંને જુહાપુરામાં રહેતા હોવાનુ જાણવા મળ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદમાં ગત તા. 2-7-24ના રોજ સ્ટેટ બેંકમાં પૈસા ભરવા સ્લીપમાં નંબર લખી આપવાનું જણાવી નજર ચૂકવીને રૂ.25,000 તથા વિરમગામમાં તા. 21-8-24ના રોજ આઇઓબી બેંકમાં પૈસા ભરવામાં મદદ કરવાનું જણાવી રૂ. 73,000 લઈને છું થઈ ગયા હતા. બાવળામાં તા. 31-8-24ના રોજ એક્સીસ બેંકમાં પોહચી એક વ્યક્તિને પોલીસ કાર્ડ બતાવી થેલીમાં ડ્રગ્સ નથીને જણાવી તપાસ કરવાના બહાને રૂ. 50,000ની રકમ પડાવી ગયાનો પર્દાફશ થતા ત્રણે નોંધાયેલા ગુના ઉકેલાતા વિરમગામ પીઆઈ કે.એસ. દવેએ રીઢા ગુનેગાર શખ્સો વિરુદ્ધના નોંધાયેલા ગુનામાં મૃત્યુ દંડ સુધીની જોગવાઈની બીએનએસ 111 મુજબની ગંભીર ગુનાની કલમનો ઉમેરો કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button