GUJARAT

Rajkot: મંદિરના નામે 3 કરોડના જમીન કૌભાંડમાં જે.કે. સ્વામીની ધરપકડ

રાજકોટમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીને દેહગામ પાસે પોઈચા જેવું મંદિર અને મોટી ગૌશાળા બનાવવા જમીન ખરીદવાનું કહી તેમાં મોટો ફાયદો થશે તેવી લાલચ આપી 3 કરોડની છેતરપીંડી આચર્યાના બનાવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના હાંકી કઢાયેલા 4 સ્વામી સહીત 8 સામે ફરિયાદ નોંધાવી હતી
જેમાં આજે જેકે સ્વામીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે બીજી તરફ્ રાજકીય પીઠબળ હેઠળ આ કેસમાં ભીનું સંકેલી લેવા સ્થાનિક પોલીસ પાસેથી તપાસ લઇ એજન્સીને સોપી દેવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. રાજકોટમાં રહેતા જસ્મીન માઢકએ ગત 23 ઓગષ્ટના રોજ ભક્તિનગર પોલીસમાં જુનાગઢના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, ભરૂચના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી ઢોલા, સુરેશ ઘોરી, ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજયસિહ ચૌહાણ સામે 3 કરોડની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત લોકોએ દેહગામ પાસે 510 વીઘા જમીન ઉપર પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માંગતા હોય વેપારી તરીકે તમે જાવ તો ફાયદો થશે અને રોકાણ કરશો તો સારું વળતર મળશે તેમ કહી ઠગાઈ આચરી હતી. આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઈમ સીઆઈસેલને સોપવામાં આવી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button