ભારતીય શેરબજાર આજે એટલે કે, 16 ઑક્ટોબરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ 200 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 318 પોઇન્ટના ઘટાડા સાથે 81,501 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 86 પોઈન્ટ ઘટીને 24,971 પર બંધ રહ્યો હતો. આજે સૌથી વધુ ઘટાડો આઈટી અને ઓટો શેર્સમાં જોવા મળ્યો હતો. નાણાકીય સેવાઓ અને રિયલ્ટી શેર્સમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 5 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
રોકાણકારોના 80,000 કરોડનો ધૂમાડો
માર્કેટમાં ઘટાડાને કારણે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને નુકસાન થયું છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 463.06 લાખ કરોડ પર બંધ થયું હતું જ્યારે છેલ્લા સત્રમાં તે રૂપિયા 463.86 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂપિયા 80000 કરોડનો ઘટાડો થયો છે.
મંગળવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે 15મી ઑક્ટોબરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 152 પોઇન્ટના ઘટાડા સાથે 81,820 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 70 પોઈન્ટ ઘટીને 25,057 પર બંધ રહ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
Source link