અરબી સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ ઓપરેશન હેઠળ સમુદ્રમાંથી 4 શંકાસ્પદ ફિશંગ બોટને ઝડપી લેવામાં આવી છે. મૂળ દ્વારકા નજીકના દરિયામાંથી ફિશિંગ બોટ ઝડપાઈ છે. આ ઓપરેશનમાં ગીર સોમનાથના એસ.પી. મનોહરસિંહ જાડેજા પોતે સમુદ્રમાં પહોંચ્યા હતા.
આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે ઓપરેશન
આ સાથે જ મરીન પોલીસ, એસ.ઓ.જી, એલસીબી સહિત સમુદ્ર સુરક્ષા સતર્કતા સહિતની એજન્સી સામેલઓ થઈ હતી. ઈન પુટના આધારે મૂળ દ્વારકા નજીકના સમુદ્રમાંથી ચાર શંકાસ્પદ ફિશિંગ બોટને ઝડપી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારે 6 વાગ્યાથી સમુદ્ર સુરક્ષા કવચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને તે આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી ઓપરેશન ચાલશે.
દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે સંવેદનશીલ ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે અને ખાસ કરીને રાતના સમયે કેટલાક તત્વો ખોટી રીતે ઘુસણખોરી કરીને રાજ્યમાં પ્રવેશે છે તેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ તરફથી ઓપરેશન સાગર સુરક્ષા કવચ શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને રાજ્યમાં ડ્રગની ખેપ, આતંકવાદીઓ, ખોટી રીતે હથિયારની હેરાફેરી રોકવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેની હેઠળ અત્યાર સુધી ઘણા લોકોને ઝડપી પણ લેવામાં આવ્યા છે.
ગુજરાતનો દરિયાકિનારો સૌથી લાંબો
ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકિનારો સૌથી લાંબો 1600 કિલોમીટર છે અને રમણીય લાગતા આ દરિયા કિનારાની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે આ દરિયાકિનારના વિસ્તારને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં બને ચૂકેલી અનેક મોટી ઘટનાઓ સાબિત કરે છે, જેમાં વર્ષ 1992માં થયેલો મુંબઈ સિરિયલ બ્લાસ્ટ હોય કે પછી 26/11નો મોટો હુમલો જેમાં આતંકવાદીઓએ આવવા માટે ગુજરાતના જ દરિયાકિનારાનો ઉપયોગ કર્યો હતો. જેથી ફરી આવી કોઈ મોટી દુર્ઘટનાઓ ના બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ સર્તક બની છે અને કડક ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે.
Source link