રાજકોટના ટીઆરપી ગેમઝોન દુર્ઘટના કેસમાં 15 આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે અને એક પછી એક આરોપીઓની જામીન અરજી રદ થઇ રહી છે, ત્યારે રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓએ વધુ એક ઝટકો કોર્ટ તરફ્થી મળ્યો છે.
ગઈકાલે અગ્નિકાંડ કેસમાં જામીન અરજી રદ થયા બાદ આજે એસીબીના અપ્રમાણસર મિલકતના કેસમાં પણ કોર્ટે જામીન ફગાવી દીધા છે. રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનામા 27 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં પોલીસે સંચાલકો, જમીનમાલિકો, મનપાના અધિકારીઓ, ફાયર શાખાના અધિકારીઓ સહીત 15 લોકોની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે. અગ્નિકાંડ કેસમાં ગઈકાલે મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધા બાદ આજે એસીબી દ્વારા નોંધાયેલ અપ્રમાણસર મિલકતના કેસમાં પણ એસીબી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જયારે અગ્નિકાંડના મુખ્ય કેસમાં 23મી તારીખની મુદત પડી છે.
Source link