NATIONAL

લોરેન્સ બિશ્નોઇ ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો, સલમાન ખાન સાથે છે ખાસ કનેક્શન

બાબા સિદ્દીકીની હત્યાને લઇને માહોલ ગરમાયો છે. તેમની હત્યાની ઘટના લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. તો બીજી તરફ સલમાન ખાનની સુરક્ષામાં તાબડતોબ વધારો કરાયો છે. બાબા સિદ્દીકી પર ફાયરિંગ થતા સલમાન ખાનના ઘર અને ફાર્મ હાઉસમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. ત્યારે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. પોલીસે લોરેન્સ બિશ્નોઇ ગેંગના એક શૂટરને એરેસ્ટ કર્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો
એક શાર્પ શૂટર ઝડપાયો
મહત્વનું છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફાયરિંગની જવાબદારી લીધી હોવાનો અહેવાલ મળ્યો હતો. આ કેસમાં પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી છે જો કે હજી પણ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન હરિયાણા અને મુંબઇ પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે સુક્ખા કાલુયા નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

બિશ્નોઇ ગેંગનો શાર્પ શૂટર ?
મળતી માહિતી મુજબ આ પકડાયેલ વ્યક્તિ બિશ્નોઈ ગેંગનો હોવાનું કહેવાય છે. આ શૂટરે સલમાન ખાનની સોપારી લીધી હતી અને તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે. સુક્ખાએ સલમાન ખાનના ઘરની રેકી કરી હતી અને હવે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને તેને પકડી લીધો છે.

આ રીતે ઝડપાયો શાર્પ શૂટર

મળતી માહિતી અનુસાર નવી મુંબઈના પનવેલ સિટી પોલીસ સ્ટેશનની ટીમ બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પાણીપતના સેક્ટર 29 પોલીસ સ્ટેશન પહોંચી હતી. મુંબઈ પોલીસ ટીમના એસઆઈ વિનોદે માહિતી આપી હતી કે લોરેન્સ ગેંગનો એક શૂટર વોન્ટેડ છે અને તેમને માહિતી મળી છે કે તે પાણીપતની એક હોટલમાં છુપાયેલો છે. આરોપી સુક્ખા પાણીપતના રેલ કલાન ગામનો રહેવાસી છે. પોલીસે મોડી રાત્રે સુક્ખાની જિલ્લા સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી અને તેને પોતાની સાથે મુંબઈ લઈ ગઈ.

સલમાન ખાનના ઘરની કરી હતી રેકી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનું ટાસ્ક સુક્ખાને આપ્યું હતું. તે સમયે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગેંગના કેટલાક સભ્યોની ધરપકડ કરી હતી. જો કે સુક્ખા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હવે જ્યારે બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસે બિશ્નોઈ ગેંગના આ શૂટરની ધરપકડ કરી છે જેણે સલમાન ખાનના ઘરની રેકી કરી હતી.

સલમાનની સુરક્ષામાં વધારો
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ખાન પરિવારે પણ અપીલ કરી છે કે અત્યારે કોઈ તેમને મળવા ન આવે. બાબા સિદ્દીકીના મૃત્યુની સલમાન ખાન પર ઊંડી અસર પડી છે. સલમાન ખાન બાબાની ખૂબ નજીક હતો, આવી સ્થિતિમાં પ્રિય મિત્રને ગુમાવવાનું દર્દ માત્ર સલમાન જ સમજી શકે છે. જોકે પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button