બોલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી રહી છે. તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની રડાર પર આવી ગઈ છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ તમન્ના ભાટિયા પર મહાદેવ એપ પર IPL મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તપાસ એજન્સી દ્વારા બોલાવાયા બાદ તમન્ના તેની માતા સાથે ગુવાહાટી પહોંચી હતી.
‘આજ કી રાત’થી ગીતથી ચર્ચામાં છે એક્ટ્રેસ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ED દ્વારા ગુવાહાટીમાં તેની પૂછપરછ કરવામાં આવી છે. તમન્ના બોલીવુડ ફિલ્મ સ્ત્રી-2ના ગીત ‘આજ કી રાત’થી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે મહાદેવ બેટિંગ એપ કેસમાં ED બોલીવુડ સ્ટાર્સ પર સતત પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. EDએ આ કેસમાં બોલીવુડના 17 કલાકારોની પૂછપરછ કરી છે. આ કેસમાં કોમેડિયન કપિલ શર્માને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે ED તમન્ના ભાટિયાની પૂછપરછ કરી રહી છે.
એપ્રિલમાં પણ કરવામાં આવી છે તપાસ
એપ્રિલમાં તમન્ના ભાટિયાને મહાદેવની પેટાકંપની ફેરપ્લે એપ પર કથિત રીતે IPL મેચોને પ્રમોટ કરવા બદલ સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીઓ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં 15,000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહી છે. મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરની 6 દિવસ પહેલા દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી.
ફેરપ્લે એપ સાથે સંકળાયેલી હતી તમન્ના ભાટિયા
આ એપ પર સત્તાવાર પ્રસારણકર્તા વાયાકોમ 18ની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે IPL મેચોનું સ્ટ્રીમિંગ કરવાનો આરોપ છે. જેના કારણે સત્તાવાર પ્રસારણકર્તાને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. રિપોર્ટ્સ મુજબ તમન્ના ભાટિયા ફેરપ્લે એપ સાથે સંકળાયેલી હતી. આ એપથી વાયકોમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં 38 થી વધુ લોકોના નામ સામે આવ્યા છે. છત્તીસગઢની પૂર્વ કોંગ્રેસ સરકાર અને ભૂપેશ બઘેલ પર પણ આરોપીઓને મદદ કરવાનો આરોપ હતો. પરંતુ તેમને આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને કાવતરું ગણાવીને વિપક્ષ પર સવાલો ઉઠાવ્યા હતા.
Source link