GUJARAT

AMCની કમિટી દ્વારા ફાયર ઓફિસરની ભરતીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ

એડીશનલ ફાયર ઓફિસરની પોસ્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટું ષડયંત્ર થઈ રહ્યું હોવાની આશંકા શહેઝાદ ખાન પઠાણએ વ્યક્ત કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે AMCની કમિટી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા અને સલામતી સેફ્ટીનો સૌથી મોટો વિભાગ હોય તો એ ફાયર વિભાગ છે. ફાયર વિભાગની એક જવાબદારી છે કે અમદાવાદના નાગરિકોને સેવા અને સલામતી આપે. ક્યાંય આગ લાગી હોય તો આગ પર નિયંત્રણ મેળવવાનું કામ કરી જનતાને બચાવવાનું કામ કરે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતીકાલે મળનાર સ્ટાફ સિલેક્શન કમિટીના ફાયર વિભાગમાં કોંગ્રેસ પાર્ટીનું એ માનવું છે કે, સૌથી મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

વિજિલન્સ તપાસમાં રાતો-રાત ક્લીનચીટ: પઠાણ

વધુમાં પઠાણે જણાવ્યું કે, આવતીકાલે મળનાર સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા બે મહત્ત્વના કામ લેવામાં આવ્યા છે. જેમાં એક ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક કરવામાં આવનાર છે. અને બીજુ એક કામ એ છે કે, જેમાં ત્રણ એડીશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવનાર છે. એક ચીફ ફાયર ઓફિસર જેને બહારથી લાવવામાં આવનાર છે. અને ત્રણમાંથી એડીશનલ ચીફ ફાયર ઓફિસરમાં એકને બહારથી લાવવામાં આવનાર છે. અને બે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જ પ્રમોશનથી લેવામાં આવનાર છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, જે બે અંદરથી લેવામાં આવનાર છે એડીશનલ ચીફ ઓફીસર, જેના નામ છે જયેશ ખડીયા અને મિતુલ મિસ્ત્રી અને જેમાં કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે, આ બંને અધિકારીઓ 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ બંને પર ત્રણથી ચાર વિજિલન્સ તપાસ ચાલી રહી હતી. જેમાંથી જયેશ ખડીયા સામે બોગસ સ્પોન્સરશીપ એટલે કે નકલી ડિગ્રી બતાવીને સ્પોન્સરશીપ મેળવવું એ સૌથી મોટો ક્રાઈમ છે. જેમની ઉપર કલોલમાં એક વિજિલન્સ તપાસ ચાલી રહી છે. તેમજ દહેગામમાં પણ વિજિલન્સ તપાસ ચાલી રહી છે. બંને વ્યક્તિઓ સામે બોગસ સ્પોન્સરશીપ મેળવવાની તપાસ ચાલી રહી છે. આ બંને અધિકારીઓ સામે ત્રણથી ચાર વિજિલન્સ તપાસ ચાલી રહી હતી. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, આ બંનેને પ્રાપ્ત માહિતી અનુસાર પ્રમોશન આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટી દ્વારા ષડયંત્ર થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. અને સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, AMCમાં કોઈ અધિકારી સામે વિજિલન્સ તપાસ ચાલતી હોય એનો મતલબ એવો થાય છે કે, અધિકારીઓ દ્વારા પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં આવી નથી. જેને લઈને તેમની સામે વિજિલન્સ તપાસ ચાલી રહી છે. અને તેમને કોઈ પ્રમોશન આપવામાં આવતું નથી. પરંતુ આ બંને અધિકારીઓ માટે રાતો-રાત વિજિલન્સમાંથી ક્લીનચીટ આપવામાં આવી છે. સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, આ બંનેને વિજિલન્સથી ક્લીનચીટ કેવી રીતે મળી?, કોના કહેવાથી મળી?, કોને લાભ થનાર છે?

માત્ર મૌખિક ઈન્ટરવ્યુથી પરીક્ષા લેવાશે: પઠાણ

વધુમાં પઠાણે જણાવ્યું કે, ફાયર ઓફિસરની આટલી મોટી જવાબદારી વાળી પોસ્ટ પર માત્ર મૌખીક ઈન્ટરવ્યું યોજાનાર છે જેમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થનાર છે તે સાબિત કરે છે. સામાન્ય પોસ્ટ માટે પણ લેખીત પરીક્ષા યોજાતી હોય છે તો આટલી મોટી પોસ્ટ માટે માત્ર મૌખીક ઈન્ટરવ્યું યોજાનાર છે જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button