BUSINESS

Indian Railway: રેલવેએ ટિકિટ રિઝર્વેશનનો આ નિયમ તાત્કાલિક બદલી નાંખ્યો, વાંચો

દિવાળીથી લઈને છઠ્ઠપૂજા તહેવાર નિમિત્તે ઘણીવાર સામાન્ય લોકોને રેલવેમાં લાંબા વેઈટિંગ નો સામનો કરવો પડે છે. આનું મોટું કારણ લોકોની વર્તમાન વ્યવસ્થામાં રેલવેના રિઝર્વેશન ટિકિટની બુકિંગ 120 દિવસ પહેલાથી કરાવી લેતા હોય છે. રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમમાં ફેરફાર કર્યા છે. ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગને લઈને મોટો ફેરફાર કર્યો છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે હવેથી 120 દિવસના બદલે માત્ર 60 દિવસની અંદર રિઝર્વેશન કરવામાં આવશે. અને આ નિયમ પહેલી નવેમ્બર 2024થી અમલમાં આવશે.
રેલવેએ કહ્યું કે, 1 નવેમ્બર, 2024થી એડવાન્સ રિઝર્વનો સમયગાળો 60 દિવસનો રહેશે (યાત્રાના દિવસ સિવાય) અને તે મુજબ બુકિંગ કરવામાં આવશે. જો કે, 120 દિવસના એડવાન્સ રિઝર્વ પિરિયડ હેઠળ 31 ઓક્ટોબર, 2024 સુધી કરાયેલ તમામ બુકિંગ અકબંધ રહેશે.

વિદેશી પ્રવાસીઓ માટે નિયમોમાં ફેરફાર નહીં
જો કે, 60 દિવસની એડવાન્સ રિઝર્વ સમયગાળા કરતાં વધુ બુકિંગ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે જેવી કેટલીક દિવસની એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જેના માટે એડવાન્સ રિઝર્વેશન માટેની ટૂંકી સમય મર્યાદા હાલમાં લાગુ છે. વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદાના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
 
રેલવે બોર્ડ તરફથી અપાયેલી જાણકારી પ્રમાણે વિદેશી નાગરિકો અથવા પર્યટકો માટે 365 દિવસ પહેલા એડવાન્સ રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવવાની સગવડ પહેલાની જેમ યથાવત્ રહેશે. આમાં કોઈ ફેરબદલ નથી કરવામાં આવ્યો. જો 60 દિવસ પહેલા રેલવેનું રિઝર્વેશન ટિકિટ બુક થશે તો લોકો અગાઉથી ટિકિટ બુક અને હોલ્ડ કરીને નહીં રાખી શકે. જ્યારે એજન્ટસને ટિકિટ હોલ્ડ કરવા પર પણ પ્રતિબંધ લાગશે. ્યારે 60 દિવસ પહેલા એડવાન્સ બુકિંગની સુવિધામાં ટિકિટ બુક કરાવવાથી આની કાળાબજારી પર રોક મૂકાશે. જો કે આઈઆરસીટીસી પહેલાથી જ ટિકિટોના કાળાબજાર રોકવા માટે ઘણા ઉપાય કરે છે. આમાં ટિકિટ બુકિંગની મર્યાદા પણ સામેલ છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button