ગુજરાતમાં અત્યારે અનેક જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. તેની સાથે સાથે જ્યાં પણ વેપારીઓ ભેળસેળ કરી રહ્યાં છે તેમની સામે ફૂડ વિભાગ કાર્યવાહી પણ કરી રહ્યું છે. પાટણ જિલ્લામાં દિવાળીના ટાણે ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સિદ્ધપુરમાંથી વધુ એક શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.
ફૂડ વિભાગે 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું
સિધ્ધપુર હાઇવે પર આવેલી જંબેશ્વર હોટલ પાસેથી ટેમ્પામાંથી શંકાસ્પદ ઘીનો 297 કિલો જથ્થો ઝડપાયો છે. પાટણ ફૂડ વિભાગની ટીમે રેડ કરી રૂપિયા 53,359 નો 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપ્યું છે. તેની સાથે સાથે હવે ફૂડ વિભાગે આગળની તપાસ કરવામાં આવી રહીં છે. કાણોદરના નજરમહંમદ ગુલામહુસેન ભોરણીયા દ્વારા ઘીનો જથ્થો ટેમ્પોમાં લાવવામાં આવ્યો હતો. વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાંથી જથ્થો સિઝ કરી બે સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.
ડીસામાં ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા
બનાસકાંઠાના ડીસામાં ડીસામાં ત્રણ પેઢીઓ પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે.અમર ઈન્ડસ્ટ્રી, તાશ્વી માર્કેટિંગ,વેદાંત ફૂડ પ્રોડક્ટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદ ઘી અને ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો છે,ફૂડ વિભાગે કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે સાથે 10,638 કિલો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો સીઝ કરાયો છે.પરિવાર કાઉ પ્યોર ઘી, વેદાંત કાઉ ઘીના નમૂના લેવાયા છે.
તહેવારો નજીક આવતાની સાથે ફૂડ વિભાગ સક્રિય બન્યું છે.જેમાં ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.પરિવાર કાઉ પ્યોર ઘી અને પરિવાર પ્યોર ઘી ના નમૂના લેવામાં આવ્યા છે.અમર ઇન્ડસ્ટ્રીઝ માંથી રીફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો છે.જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડીરાત સુધી તપાસ હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા છે અને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
Source link