ENTERTAINMENT

Bollywood: અર્જુન કપૂરથી બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાએ આપી દીધું આવું ચોટદાર નિવેદન

બોલિવૂડની જાણીતા અભિનેત્રી અને મૉલ મલાઈકા અરોરાના પિતાએ ગત મહિને આપઘાત કરી લીધો હતો. જ્યારે મલાઈકા પોતાના વ્યકિતગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. ગત દિવસોમાં આ એક્ટ્રેસનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. હવે અભિનેત્રીએ આ અંગે ખુલીને વાત કરી રહી છે કે, તેને આ અંગે કોઈ પસ્તાવો નથી.

બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરાની લાઈફ ગત કેટલાક દિવસોથી ખૂબ ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. કથિત રીતે તેની આ વર્ષની શરૂઆતમાં અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે અને ફરી ગત મહિને તેને પોતાના પિતા અનિલ મહેતાને ગુમાવી દીધા. એક્ટ્રેસ ભલે પોતાના ફિલ્મોને લઈ ચર્ચામાં ન રહી હોય પરંતુ ફેશન ચોઈસને લઈ ઘણીવાર ખૂબ ચર્ચામાં રહી છે.

આ સિવાય મલાઈકા અરોરાની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં મલાઈકાએ જણાવ્યું હતું કે, ”તેને પોતાના જીવનમાં કોઈ પસ્તાવા સાથે જીવવાનું પસંદ નથી કરતી. તેણીએ કહ્યું કે, ”હું જીવનમાં જે પણ ચોઈસ કરું છે તેને મારી લાઈફને શેપ કરવામાં મદદ કરી છે.”

પરિવારની હંમેશા હૂંફ રહી

બોલિવૂડની બ્યૂટિફુલ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ જણાવ્યું કે, શક્તિ શોધવા માટે તમારે પોતાની અંદર ગહન ઉતરવું પડશે, જ્યારે મારા પરિવાર, મિત્ર અને કામ મારી માટે મોટો સપોર્ટ છે. મારી આસપાસના લોકો પણ મને જમીનથી જોડાયેલા રહેવા તેમજ મજબૂત રહેવા મદદ કરવા ખૂબ ભૂમિકા ભજવે છે. તેઓની હૂંફ અને બધાની સાથે રાખવાની મારી ક્ષમતા પર ખૂબ અસર કરે છે.

 

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ અંગે મલાઈકા અરોરાની પ્રતિક્રિયા

બ્રેકઅપની વાતને લઈને મલાઈકા અરોરાએ જણાવ્યું કે, ”હું પોતાના જીવનમાં જે પણ નિર્ણય લઉં છું તે બિલ્કુલ યોગ્ય હોય છે. આ નિર્ણયે મારા જીવનને પર્સનલી અને પ્રોફેશનલી આગળ વધાર્યો છે. મને આ વાતનો કોઈ પસ્તાવો નથી. હું જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. અમે જેવું ઈચ્છતા હતા બસ એવી રીતે જ સમાપ્ત થયું છે.”

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા આ વર્ષે અર્જુન કપૂરની સાથે બ્રેકઅપ થયું હતું. ફેંસને આ અંગે જાણ ત્યારે થઈ જ્યારે અર્જુન કપૂરના બર્થ-ડે પર અભિનેત્રી નજરે ન આવી. તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા ન પાઠવી. જો કે, બંને માંથી કોઈએ પણ અત્યાર સુધી બ્રેકઅપને કન્ફર્મ નથી કર્યું. 




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button