SPORTS

સરફરાઝ ખાનના અપરકટ શોટએ ફેન્સને અપાવી તેંડુલકરની યાદ, વીડિયો વાયરલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. પહેલા રમતા ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. આ દરમિયાન યુવા બેટ્સમેન સરફરાઝ ખાને પણ હાથ ખોલ્યા અને સચિન તેંડુલકરે પણ આઇકોનિક શોટ રમ્યો હતો.

સરફરાઝ ખાનના શોટએ ફેન્સને અપાવી તેંડુલકરની યાદ

સરફરાઝ ખાને તેની ઇનિંગ દરમિયાન અપરકટ શોટ રમીને પ્રથમ સિક્સર ફટકારી હતી. તેણે આ શૉટ 25મી ઓવરમાં રમ્યો, જેણે ફેન્સને સચિનની યાદ અપાવી હતી. 2003 વર્લ્ડકપ દરમિયાન સચિને શોએબ અખ્તર સામે આ શોટ રમતા છ રન બનાવ્યા હતા. 25મી ઓવરનો ત્રીજો બૉલ ઑફ સ્ટમ્પની બહાર વિલિયમ ઓ’રૉર્કે શૉર્ટ ઑફ લેન્થ ફેંક્યો હતો. સરફરાઝ પાછળ ગયો અને બોલની રાહ જોતો રહ્યો, ગતિનો ઉપયોગ કર્યો અને બેટને વિકેટકીપરની ઉપરથી થર્ડ મેન તરફ ધકેલ્યો હતો.

સચિન તેંડુલકરના 2003ના વાયરલ શૉટની એક ઝલક

સરફરાઝ ખાન પ્રથમ દાવમાં ફ્લોપ રહ્યો હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. પરંતુ બીજા દાવમાં તેણે શાનદાર બેટિંગ કરી અને ફિફ્ટી ફટકારી હતી. તેણે વિરાટ કોહલી સાથે મળીને ઇનિંગ્સને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી સરફરાઝ ખાન અણનમ 70 રન બનાવીને ક્રિઝ પર હતો. જોકે, દિવસની રમત પૂરી થાય તે પહેલા જ તેનો સાથી ખેલાડી વિરાટ કોહલી છેલ્લા બોલ પર આઉટ થયો હતો. તે 70 રન બનાવી શક્યો હતો. ગ્લેન ફિલિપ્સે કોહલીને લાથમના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતીય ટીમ હજુ પણ કિવી ટીમથી 125 રન પાછળ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button