સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં સંયુક્ત નગરપાલિકા દ્વારા સિવિક સેન્ટર બનાવાયુ છે. જેમાં વઢવાણના લોકોને વિવિધ કામો માટે સુરેન્દ્રનગર સુધી 10 કિલોમીટર લાંબા ન થવુ પડે.
ત્યારે આ સીવીક સેન્ટરમાં છેલ્લા દોઢ માસથી જન્મ-મરણના દાખલા ન નીકળતા કે સુધારા ન થતા લોકોને સુરેન્દ્રનગર લાંબુ થવુ પડે છે. અને સુરેન્દ્રનગર આવ્યા બાદ પણ તેઓના દાખલા ન નીકળતા લોકો પરેશાની વેઠી રહ્યા છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલીકા પહેલા અલગ-અલગ પાલીકા હતી. બન્ને પાલીકા સંયુકત પાલીકા બન્યા બાદ પાલીકા દ્વારા વઢવાણની જુની નગરપાલીકા કચેરી ખાતે સીવીક સેન્ટર બનાવાયુ છે. જેમાં વેરો ભરવો, બીલ ચુકવવા, જન્મ-મરણ સહિતના વીવીધ દાખલા કઢાવવા માટે લોકોને ઘર બેઠા સુવીધા મળતી હતી. પરંતુ આ સીવીક સેન્ટરમાં છેલ્લા દોઢ માસથી જન્મ-મરણનું આઈડી બંધ થઈ જતા નવા દાખલા નીકળતા બંધ થયા છે. આ ઉપરાંત જે લોકોને સુધારા સાથેના દાખલા લેવા હોય તેઓને પણ મુશ્કેલી પડે છે. આથી લોકો સુરેન્દ્રનગર નગરપાલીકાએ 10 કીમી લાંબો ફેરો ફરીને આવે છે. પરંતુ સુરેન્દ્રનગર પાલીકામાં પણ વઢવાણના દાખલા ન નીકળતા પરેશાની થઈ છે. આ અંગે અરજદાર વઢવાણના મોટાપીર ચોકમાં રહેતા અશરફભાઈ કોઠારીયાએ જણાવ્યુ કે, મારી દિકરીને હાલ અભ્યાસ અર્થે અંગ્રેજીમાં નામ સાથેનો જન્મનો દાખલો જરૂરી છે. તેના જન્મ સમયે ગુજરાતીમાં નામ સાથેનો દાખલો હતો. હાલ ગુજરાતી અને અંગ્રેજી બન્ને નામ સાથેનો આવતો દાખલો લેવો હોઈ હું સુરેન્દ્રનગરના ધક્કા ખાઉ છુ, પણ અહીં પણ દાખલો કાઢી આપવામાં આવતો નથી. સુરેન્દ્રનગર પાલીકાના સત્તાધીશોને પ્રજાએ ખોબલે અને ધોબલે મત આપીને સત્તા સોંપી છે. ત્યારે છેલ્લા દોઢ માસથી પ્રજાને પડતી મુશ્કેલી બાદ પણ સત્તાધીશોના પેટનું પાણી હલતુ નથી. જયારે પાલીકાના મુખ્ય અધીકારી પણ રજા પર ઉતરી ગયા છે. આ અંગે સુરેન્દ્રનગર પાલીકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર મંટીલભાઈ પટેલે જણાવ્યુ કે, આ અંગે ઉચ્ચકક્ષાએ ધ્યાન દોરીને વઢવાણનું આઈડી ફરીથી ખોલવાના અમારા પ્રયત્નો ચાલુ છે.
Source link