BUSINESS

Business: ઈ-ઠગો ગ્રાહકોને છેતરવા પોતાનું નામ વટાવતા હોવાથી બેંકોની સરકારને ફરિયાદ

બેંકોએ કેન્દ્ર સરકાર સમક્ષ ફરિયાદ કરી છે કે, બોગસ કંપનીઓ બેંકોના નામે ખોટી રીતે કે નામ વટાવી બેંક તરીકેની ઓળખ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે.

ગ્રાહકોને જાળમાં ફસાવવા ઈ-ઠગો બેંકોના નામે એસએમએસ મોકલે છે. ગત મહિને કેન્દ્રીય નાણાં મંત્રી સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બેંકોએ નાણાં મંત્રાલયને અનુરોધ કર્યો હતો કે, તેઓ મુદ્દાને ટેલિકોમ રેગ્યુલેટર અને ટેલિકોમ કંપનીઓ સમક્ષ ઉઠાવે. જેથી ગ્રાહકોને છેતરવા ઈરાદાપૂર્વક થર્ડ પાર્ટી દ્વારા બેંકોનું નામ વટાવવાની ગેરકાનૂની પ્રથાને અટકાવી શકાય તેમજ આવા મેસેજ પર લગામ કસી શકાય.

આ સાથે બેંકોએ યોજના બનાવી છે તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ પણ પોતાની ચિંતા અંગે રજૂઆત કરશે. કેમ કે, તેઓને સાયબર સલામતી અને આઈટી રિસ્ક એડવાઈઝરી લાગુ કરવાની જરૂર છે. બેંકિંગ એક્ઝિક્યુટિવએ જણાવ્યું હતું કે, બેંકોએ આ મામલે આંતરિક ચર્ચા કરી આ સમસ્યા સામે રોડમેપ બનાવ્યો છે. અમે આ અંગે કેન્દ્રીય નાણાં મંત્રલાયને માહિતી આપી છે અને સાથે તેમને વિનંતી કરી છે કે, તેઓ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) અને ટેલિકોમ સર્વિસ પ્રોઈવાઈડર્સ (ટીએસપી) સમક્ષ આ મુદ્દાને ઉઠાવે. અન્ય એક બેંક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, અમને એજન્સીઓ અને એસએમએસ એગ્રીગેટર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારે બેંકોના નામમાં નોંધાયેલ હેડર સલામત છે ત્યારે અન્ય લોકોને તેમના ટેમ્પલેટ્સમાં બેંકના નામનો ઉપયોગ કરતાં અટકાવવાનું શક્ય નથી. જે ઘણીવાર ગ્રાહકો માટે મૂંઝવણનું કારણ બની છે, કે કોના દ્વારા ઠગાઈ કરવામાં આવી છે.

છેતરપિંડી કેવી રીતે આચરવામાં આવે છે?

બોગસ કંપનીઓ કે ઈ-ઠગો બેંકોનું નામ વટાવી ગ્રાહકોને જાળમાં ફસાવે છે અને ત્યારબાદ તેમની સાથે નાણાંકીય છેતરપિંડી આચરે છે

ફિશિંગ : માલવેર સાથે લીન્ક હોય તેવી વેબસાઈટ કે ઈ-મેઈલ મોકલવામાં આવે છે

સ્મિશિંગ : એસએમએસ મેળવનારાઓને માલવેર ડાઉનલોડ કરવા પ્રેરવામાં આવે છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button