BUSINESS

Business: અદાણી એન્ટરપ્રાઇઝે QIPથી 50 કરોડ ડોલર એકત્ર કર્યા

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્રારા ઇશ્યુ કરી રૂ. 4,200 કરોડ એટલે કે 50 કરોડ ડોલર એકત્ર કર્યા છે.

આ ભરણા અંતર્ગત કુલ 1,41,79,608 શેર પ્રતિ રૂ. 2,962ના ભાવે ફાળવવામાં આવ્યા છે. QIP મારફ્ત એકત્ર કરવામાં આવેલી મૂડીનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવાની ચુકવણી અને સામાન્યકોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા કરવામાં આવશે. કંપનીના આ QIP ઇશ્યુને સારો આવકાર મળ્યો હતો, જેમાં આશરે 4.2 ગણી બિડ પ્રાપ્ત થઈ હતી. આ ઇશ્યુ માટે બીડ ભરનારામાં લાંબા ગાળાના વૈશ્વિક રોકાણકારો, ભારતીય મ્યુચ્યુઅલ ફ્ંડ્સ અને વીમા કંપનીઓ સમાવિષ્ટ છે. AELના હાલના ઇન્ક્યુબેશન પોર્ટફેલિયોમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એરપોર્ટ અને રસ્તાઓ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ સહિતની નવી એનર્જી ઇકોસિસ્ટમ તથા ઊર્જા અને ઉપયોગના ક્ષેત્રમાં ડેટા સેન્ટર સામેલ છે. કોપર, પીવીસી, સંરક્ષણ અને વિશિષ્ટ ઉત્પાદન સહિતના AELના અન્ય વ્યવસાયો, આયાત અવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારતના દેશના વિઝનને હાંસલ કરવા યોગદાન આપે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button