GUJARAT

Surendranagarમા બની સામૂહિક દુષ્કર્મની ઘટના, 8 નરાધમો બન્યા હેવાન

ગુજરાતના સુરેન્દ્રનગરમાં ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં સગીરા સાથે 8 નરાધમોએ દુષ્કર્મ આચરતા પોલીસ પણ દોડતી થઈ છે.પોલીસે સગીરાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથધરી છે ત્યારે પોલીસ પકડમાં હજી આરોપીઓ આવ્યા નથી ત્યારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

થાનગઢમાં સામૂહિક દુષ્કર્મની ઘટના

સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં આરોપીઓ દ્રારા સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,આ દુષ્કર્મ હોટલમાં કે અવાવરૂ જગ્યા પર આચરવામાં આવ્યું છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.સૂત્રો તરફથી માહિતી મળી છે કે અલગ-અલગ જગ્યાએ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સગીરાની પૂછપરછ પણ કરાઈ રહી છે.સગીરાની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સીસીટીવીની લીધી મદદ

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ગુનો તો નોંધી લીધો પણ આરોપીઓને ઝડપ્યા નથી માટે પોલીસે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે,જે જગ્યાએ દુષ્કર્મ આચરવામા આવ્યું તે જગ્યાની આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે,આરોપીઓ સુરેન્દ્રનગરના છે કે બહારના છે તેને લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે,સગીરાનો રીપોર્ટ પણ પોલીસે કરાવ્યા છે અને તેને એફએસેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

રાજયમાં વધી સામૂહિક દુષ્કર્મી ઘટના

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સામૂહિક દુષ્કર્મની ઘટનાનો આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે,પહેલો કિસ્સો વડોદરાના ભાયલીનો છે,બીજો કિસ્સો આણંદનો છે અને ત્રીજો કિસ્સો સુરેન્દ્રનગરના થાન પોલીસ સ્ટેશનનો છે,ત્યારે આવી ઘટનાઓ વધુ ના બને તેને લઈ પોલીસે અને માતા-પિતાએ પણ બાળકીઓ તેમજ યુવતીઓને સમજાવવાની જરૂર છે,ગુજરાતમાં આ રીતે ઘટનાઓ બને તે ગૃહવિભાગ માટે ખૂબ શરમજનક કહી શકાય.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button