દેશમાં દર વર્ષે દિવાળી પર બોમ્બે સ્ટોક એક્સચેંજ અને નેશનલ સ્ટોક એક્સચેંજમાં મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવે છે. ગ્રહોની સ્થિતિના આધાર ઉપર કોઈ પણ શુભ કાર્ય માટે પસંદ કરવામાં આવેલા સમયને મુહૂર્ત કહેવામાં આવે છે. બીએસઈ અને એનએસઈ હિંદુ પંચાગના હિસાબથી દિવાળીના નવા નાણાકીય વર્ષની શરૂઆત માટે એક કલાકનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરે છે. આને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. એવું મનાય છે કે આનાથી સારું ભાગ્ય સાથે આવે છે. આ વર્ષે સ્ટોક માર્કેટમાં વાર્ષિક મુહૂર્ત ટ્રેડિંગની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
મુહૂર્ત ટ્રેડિંગ ડે પર સ્ટોક ખરીદવા સારું મનાય તેવી માન્યતા
આપણા દેશમાં શેરબજારના સ્ટોક બ્રોકર્સ દિવાળીને નવા નાણાકીય વર્ષની શરૂઆત માને છે. ઘણા રોકાણકારો માને છે કે મુહૂર્ત ટ્રેડિંગ-ડે પર શેર ખરીદવાથી આવતા વર્ષમાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. તેવું માનતા હોય છે. જેથી આ સમય દરમિયાન તે પોતાનો પોર્ટફોલિયો પણ મેનેજ કરે છે અને નવા એકાઉન્ટ્સ સેટલ કરે છે. મુહૂર્ત ટ્રેડિંગનું પ્રતીકાત્મક મહત્વ હોવા છતાં, સ્ટોક બ્રોકર્સ તેમાં સક્રિયપણે ભાગ લે છે. જો કે, નાના રોકાણકારોએ અહીં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ સમયગાળા દરમિયાન શેરબજારમાં ઝડપથી વધઘટ થાય છે.
મુહૂર્ત ટ્રેડિંગ પહેલી નવેમ્બરે રોકાણકારો શરૂ કરશે
આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ પર લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. જેથી તેઓની સમૃદ્ધિ અને સંપત્તિ વધતી રહે. આ દરમ્યાન ટ્રેડિંગથી રોકાણકાર સંવંત-2081ની શરૂઆત પણ કરશે. અત્યાર સુધી આ અંગે બીએસઈ અને એનએસઈથી તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ મૂહૂર્ત ટ્રે઼ડિંગ આ વર્ષે એક નવેમ્બરને જ કરાશે. આ અંગે બીએસઈ અને એનએસઈ જુદીજુદી જાણકારી બાદમાં આપશે. બીએસઈ વેબસાઈટ અનુસાર, આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ એક નવેમ્બર યોજાવાનું છે. આના ટાઈમિંગની જાણકારી હમણાં નથી અપાઈ. ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ કરનારાઓએ ધ્યાન આપવું પડશે. સત્ર સમાપ્ત થયાના 15 મિનિટ પહેલા તમામ પોઝિશન નક્કી કરાશે. તેઓ આ હિસાબથી સાવધાનીથી પોતાના ટ્રેડિંગનું પ્લાનિંગ કરવું પડશે.