GUJARAT

Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત બન્યા

રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (20 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓના વાતવરણમાં એકાએક પલટો આવ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે રાજ્યના સુરત, વલસાડ, દ્વારકા, જામ કલ્યાણપુર, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. બીજી તરફ, આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી જ પ્રકારની પરિસ્થિતિ અમરેલી અને ભાવનગરમાં જોવા મળી શકે છે.

જામ કલ્યાણપુર તાલુકામાં બપોર બાદ વાતાવરણ બદલાયું

ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. ભાટીયા,ગઢકા સહિતના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની મુશ્કેલી વધી. ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જૂનાગઢ, કેશોદ, વંથલીમાં ધોધમાર વરસાદ

જૂનાગઢના વિસાવદર, અજાબમાં પણ ધોધમાર વરસાદ છે. બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો. પાકમાં નુકસાનીની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી પાકને નુકસાન ભોગવવાનો સમય આવ્યો છે.

સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો

બારડોલી શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સ્ટેશન વિસ્તાર, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ, તેન, આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તેમજ વાંકાનેર, ભટવાવ, કિંકવાડ સહિતના ગામોમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ.

સુરત જિલ્લામાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો

બારડોલીનગર અને તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં ફરી વરસાદની ધોધમાર ઇનિંગ શરૂ થઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારાં બાદ વરસાદ શરૂ થતા ગરમીથી લોકોને રાહત થઈ. બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ, તેન ગામ, આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તાલુકાના આફવા, વાંકાનેર, ભટલાવ, કિંકવાડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદને લઇ ડાંગરનો પાક નષ્ટ થવાને આરે છે.

દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ

દ્વારકામાં ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભાટિયા, કલ્યાણપુર પંથક સહિત તાલુકાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કાળા ડીબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભાટિયા કલ્યાણપુર પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો.

ગઢડાના ઢસામાં વાતાવરણમાં પલટો

ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કાળાં ડીબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. ગઢડા તાલુકાના ઢસા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રાત પડી ગઈ હોય તે રીતે કાળા ડીબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.

ડાંગ જિલ્લામાં સવારથી બફારા બાદ ધોધમાર વરસાદ

ડાંગ જિલ્લામાં સાંજે ૪ થી ૬ દરમિયાન આહવા ખાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે ગાજવીજ સાથે 21 મીલીમીટર જેટલો વરસાદ આહવા ખાતે નોંધાયો. પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ વરસાદને કારણે ખેડૂતોમાં ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button