છોટાઉદેપુરના બોડેલીમાં અલીખેરવા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. રામનગર, જનકલ્યાણ, ગંગાનગર સોસાયટીના મુખ્ય રસ્તા પર આવેલ દબાણો દૂર કરાયા છે. જેને લઈને તંત્રના અધિકારીઓ અને રહીશો વચ્ચે ચકમક જોવા મળી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, માલિકીની જગ્યામાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે. તેમજ કોઈપણ જાતની માપણી વગર દબાણો દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદના ભદ્ર પ્લાઝા, બાદશાહના હજીરા નજીક AMCનો સપાટો
અમદાવાદના ભદ્ર પ્લાઝા અને બાદશાહના હજીરા નજીક AMC દ્વારા તમામ ગેરકાયદે પાથરણાના દબાણો દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીં દબાણો વધવાની ફરિયાદો થઈ હતી. દિવાળી આવતા AMCએ દબાણો હટાવવાની શરૂઆત કરી. આ અગાઉ એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહે દબાણો અંગે ટકોર કરી હતી.
AMCની જમીન પર પોલીસ સ્ટેશન બનાવી દબાણ કરવામાં આવ્યું
જેના શિરે ગેરકાયદે દબાણો હટાવવાની જવાબદારી છે તેની જ જમીન કાયદાના રક્ષક એટલે કે પોલીસ વિભાગ દબાણ કરે તો? વાત સાંભળીને નવાઈ લાગે પરંતુ આ હકીકત છે. અમદાવાદમાં હવે આવી સ્થિતિ નિર્માણ પામી છે કારણ કે કરોડોની કિંમતના AMCના પ્લોટ પર દબાણ કરી તેના પર પોલીસ સ્ટેશન બનાવી દેવામાં આવ્યા છે. AMC તેને ખાલી કરાવવામાં સફળ થતું નથી અને પોલીસ વિભાગ તે જગ્યા છોડવા તૈયાર નથી જેથી લોકોને મળતી સુવિધામાં કપાત આવી છે.
કાયદાના રક્ષકની કરતૂત
AMCના કરોડોના પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું. કરોડોના પ્લોટ ખાલી નહિ કરતા લોકોને મળતી સુવિધા પર બ્રેક વાગી છે. ગૃહ વિભાગ દ્વારા જ AMCની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અનેક વખત ચર્ચા છતાં પ્લોટ પોલીસ દ્વારા પ્લોટ ખાલી કરવામાં આવ્યો નથી.
રોડ પર લારી ઉભી રાખીને પેટિયું રળતા વેપારી પર જોર જુલમ કરી દબાણ કટાવવામાં શૂરા એવા AMC તંત્ર પોલીસ વિભાગ સામે વામણું બની રહ્યું છે. ગૃહ વિભાગ હેઠળ કાર્યરત અમદાવાદ પોલીસ દ્વારા કરોડોની કિંમતના પ્લોટ પર દબાણ કરી 3 પોલીસ સ્ટેશન નિકોલ, વેજલપુર અને વાસણા પોલીસ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. અને તેના બદલામાં ના તો ભાડું ચૂકવે છે કે ના તો પ્લોટ ખરીદી રૂપિયા ભરપાઈ કરે છે જેના કારણે AMCને કરોડોનું નુકશાન થઇ રહ્યું છે. આ પ્લોટ ખાલી કરવા જોઈએ તેના બદલે આખા મામલામાં લીપાપોતી કરી આખો મામલે ગેરમાર્ગે દોરવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે અને પોલીસ સ્ટેશન બન્યું છે જે લોકોની સુવિધા માટે હોવાનું માની સંતોષ માની રહ્યું છે. આ મામલે ભાડા બાબત કે પછી અન્ય કોઈ કાગળ કામ થયું છે કે કેમ તેને લઈને પણ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે.
Source link