GUJARAT

Ahmedabad: ઘીકાંટા કોર્ટમાં માળખાકીય સુવિધા સામે વ્યાપક અસંતોષ

શહેરની ઘી કાંટા સ્થિત ફોજદારી કોર્ટ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી એસીની સુવિધા વિના મજબૂરીમાં ધમધમતી કોર્ટો, વર્ષો જૂની લીફ્ટ છાશવારે ખોટકાઇ જવી, વકીલોને બેઠક વ્યવસ્થામાં એ.સી સુવિધા પૂરી પાડવા, કોર્ટ સંકુલની બહાર ગેરકાયદે પાર્કિંગ સહિતની સમસ્યાઓ પ્રવર્તી રહી છે

જેને લઇ કોઇ યોગ્ય નિરાકરણ નહી આવતાં વકીલો-પક્ષકારો સહિત કોર્ટ કર્મચારીઓમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે.

જેને લઇ સત્તાવાળાઓ દ્વારા તાકીદે ઉપરોકત સમસ્યાઓને ગંભીરતાથી લઇ તેનું તાકીદે નિરાકરણ કરવામાં આવે તેવી વકીલોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ઘીકાંટા કોર્ટના એડવોકેટોએ જણાવ્યું હતું કે, ઘી કાંટા ફોજદારી કોર્ટનું નવુ દસ માળનું કોર્ટ સંકુલ વર્ષ 2005માં કાર્યરત થયુ હતુ. ફોજદારી કોર્ટનું અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન એ રાજયનું સૌથી મોટું બાર એસોસીએશન છે. ફોજદારી કોર્ટમાં કુલ 30 જેટલી જયુડિશિયલ કોર્ટો આવેલી છે અને રોજના આઠથી દસ હજાર પક્ષકારો-વકીલોની આવન-જાવન રહે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button