ન્યાયતંત્રમાં વિશ્વાસની ઉણપ આપણી સંસ્થા(ન્યાયતંત્ર)ના પાયાને જોખમમાં મૂકે છે. અદાલતોએ જાહેર વિશ્વાસને સતત પોષવાની ખાસ જરૂર છે. ન્યાયતંત્રમાં જનતાનો વિશ્વાસ અકબંધ રાખવાનું બીજું એક સૈદ્ધાંતિક કારણ એ છે કે, વિશ્વાસની ઉણપ લોકોને ઔપચારિક ન્યાયિક પ્રણાલીની બહાર ન્યાય મેળવવા પ્રેરિત કરી શકે છે. જે સાવધતા, ભ્રષ્ટાચાર અને ટોળાના ન્યાયના અનૌપચારિક રસ્તાઓ દ્વારા પણ હોઈ શકે છે અને આ બધાને કારણે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું ધોવાણ થઈ શકે છે એમ આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ગુજરાતના ન્યાયિક અધિકારીઓ માટેની વિશેષ કોન્ફરેંસને સંબોધતા જણાવ્યું હતું.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અને ગુજરાત હાઇકોર્ટ તેમ જ ગુજરાત રાજય ન્યાયિક અકાદમીના સહયોગથી હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે સંસ્થાકીય પરિપ્રેક્ષ્ય- સ્વ મૂલ્યાંકન અને સ્વ ઉત્ક્રાંતિ વિષય પર બે દિવસીય કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓના ડિસ્ટ્રીક્ટ જજ, સેશન્સ જજ અને ન્યાયિક અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
Source link