SPORTS

Hockey: ભારતની જુનિયર મેન્સ હોકી ટીમે જાપાનને 4-2થી હરાવ્યું

ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે જાપાનને 4-2થી હરાવીને સુલ્તાન જોહોર કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ભારતે આમિર અલીના 12મી મિનિટે, ગુરજોતસિંહના 36મી, આનંદ સૌરભ કુશવાહના 44મી તથા અંકિત પાલે 47મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.

જાપાન માટે ત્સુસાબા તનાકાએ 26મી તથા રાકુસી યામાનાકાએ 57મી મિનિટે ગોલ કર્યા હતા. ભારતના ભૂતપૂર્વ ગોલકીપર અને ઓલિમ્પિક પીઆર શ્રીજેશના કોચિંગ હેઠળ જુનિયર ટીમે પોતાની પ્રથમ મેચમાં જ શાનદાર દેખાવ કર્યો છે. ભારતે પ્રથમ ક્વાર્ટરથી આક્રમક રમત દાખવી હતી અને 12મી મિનિટે આમિરના ગોલ વડે લીડ મેળવી લીધી હતી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો. અંતિમ ક્વાર્ટરમાં અંકિત પાલે 47મી મિનિટે પેનલ્ટી કોર્નરના રિબાઉન્ડ ઉપર ગોલ કરીને ભારતનો વિજય નિવૃત કરી લીધો હતો. યામાનાકાએ અંતિમ હૂટરમાં ત્રણ મિનિટ બાકી હતી ત્યારે જાપાન માટે બીજો ગોલ નોધાવ્યો હતો પરંતુ તે ટીમના પરાજયનું માત્ર અંતર જ ઓછું કરી શક્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button