GUJARAT

Surendranagarમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ, લેવાયા નિર્ણયો

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી, સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં સંકલન ભાગ-૧ પદાધિકારીઓ સાથેની બેઠકમાં દિવાળીનાં તહેવાર નિમિત્તે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વધુમાં વધુ ફૂડ સેમ્પલ લઈ ફૂડની ગુણવત્તા ચકાસવા માટે સૂચિત કરવામાં આવ્યું હતું.

દબાણને લઈ મુદ્દો બન્યો ચર્ચામા

તેમજ જાહેર સ્થળોએ ગેરકાયદેસર દબાણ, સોલાર પ્લાન્ટને લગતા પ્રશ્નો, પીવાના પાણીનાં ગેરકાયદેસર ઉપયોગના પ્રશ્નો સહિતનાં પ્રશ્નો સંદર્ભે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ધ્રાંગધ્રામાં જાહેર રોડ રસ્તા ઉપર કરાયેલા દબાણો, સરકારની માલિકીની જગ્યામાંથી પીવાનું પાણી ગેરકાયદેસર લેતા તેમજ દુરુપયોગ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત સહિતના પ્રશ્નો સંદર્ભે વિસ્તારથી ચર્ચા કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સંબધિત અધિકારીઓને સૂચવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લો પણ વિકસિત જિલ્લો

તેમજ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતને સંકલ્પનાને સાર્થક કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લો પણ વિકસિત જિલ્લો બને અને વિકાસના દરેકમાં માપદંડોમાં સમગ્ર દેશ અને રાજ્યમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે એ દિશામાં પ્રો એક્ટિવ અભિગમ સાથે કાર્ય કરવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓને જણાવ્યું હતું.આ તકે ધારાસભ્ય પી.કે.પરમારે પાટડીમાં થયેલ ગેસ લીકેજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવા માટે અધિકારીઓએ સત્વરે કરેલી વ્યવસ્થા બદલ વહીવટીતંત્રની કામગીરીની સરાહના કરી હતી. તેમજ જિલ્લાના પાણીના પ્રશ્નો, સોલાર પ્લાન્ટને લગતા પ્રશ્નો, વેરો વસુલાત સહીતના પ્રશ્નો સૌ સાથે મળીને ઉકેલી સત્વરે સુરેન્દ્રનગર જિલ્લાને વિકસિત જિલ્લો બનાવીએ તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

વિવિધ પ્રશ્ને કરાઈ ચર્ચા

આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટરે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી. તેમજ ગત મીટીંગમાં રજુ થયેલા પ્રશ્નો અંગે જે તે વિભાગે કેરેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.તદુપરાંત, સંકલન ભાગ-૦૨માં અધિકારીઓ સાથે ની બેઠકમાં જિલ્લા કલેકટરે સરકારી લેણાઓની બાકી વસૂલાત, કચેરીઓમાં આવતી તકેદારી સમિતિની અરજી, એ.જી.ઓડિટનાં બાકી પારા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

અધિકારીઓ રહ્યાં હાજર

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button